ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં કારકિર્દી ઘડતરનું માર્ગદર્શન અપાયું

57

સ્પીપાના સંયુક્ત નિયામકની હાજરીમાં કાર્યક્રમ યોજાયો
ભાવનગર જિલ્લાના સિહોર ખાતે આવેલ ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા (રાષ્ટ્રીય વિરાસત શાળા), આંબલામાં સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થાના રાજકોટના સંયુક્ત નિયામક શૈલેષભાઇ સગપરિયાની અધ્યક્ષતામાં મોટીવેશન કાર્યક્રમ યોજાયો હતો. આ સમારોહમાં શૈલેષભાઇ સગપરિયાએ પોતાની જીવન કથનીની રજૂઆત દ્વારા એક ગામડાના ખેત મજૂરનો દીકરો સંકલ્પ અને સમર્પણ દ્વારા કેવી રીતે વર્ગ-1 નો અધિકારી બની શક્યો તેની વાત રજૂ કરી પ્રેરણાત્મક વાતો કરી હતી. તેમણે ઉપસ્થિત સૌ કાર્યકરો અને વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતાં અને માર્ગદર્શન આપીને વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં કઈ રીતે આગળ વધી શકે અને જીવનને વધુ સમૃદ્ધ બનાવી શકે તે માટે માર્ગદર્શિત કર્યાં હતાં. સફળતા હાંસલ કરવા માટે કઈ રીતે મહેનત કરવી જોઈએ અને કઈ રીતે આગળ વધવું જોઈએ તે અંગેનું માર્ગદર્શન તથા જીવનભાથું પણ તેમણે પીરસ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય વાઘજીભાઈ કરમટીયા, શિક્ષકગણે ભારે જહેમત ઉઠાવી હતી. આંબલાના વિદ્યાર્થી ભાઇ-બહેનોએ તેનો લાભ મેળવ્યો હતો.

Previous articleઆંદોલનની ચીમકી: ગારીયાધાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી સમસ્યાને લઈ સરપંચોમાં રોષ
Next articleભાવનગરના ભાલ પંથકના માઢીયા ગામની સરકારી જમીન દબાણ મુક્ત કરી હસ્તગત કરવાની માગ