વેપારીઓનું કહેવું છે કે, શાકભાજીના ભાવ હજુ વધશે : પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતાં જ શાકભાજી જે બહારથી આવી રહી છે તેના પર પેટ્રોલની અસર વધી છે
એક તરફ ગરમીનો પારો ૪૦ ને પાર પહોંચી ગયો છે, તો બીજી તરફ મોંઘવારીનો પારો પણ વધી રહ્યો છે. ગરમીનો પારો વધતા લીલા શાકભાજી અને લીંબુના ભાવમાં વધારો થયો છે. દરેક શાકભાજીના પ્રતિ કિલોના ભાવમાં પાંચ થી દસ રૂપિયાનો વધારો થયો છે. તો લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. હાલ લીંબુ ૧૭૦ થી ૨૦૦ રૂપિયા પ્રતિકિલોના ભાવે મળી રહ્યા છે. શાકભાજીનું ઉત્પાદન ઘટવાથી ભાવમાં વધારો થયો છે. સાથે જ ઈંધણના ભાવમાં વધારો થતા શાકભાજી બહારથી લાવવા મોંઘા પડી રહ્યા છે. જેના કારણે પણ ભાવમાં વધારો થયો છે. વેપારીઓનું કહેવું છે કે, શાકભાજીના ભાવ હજુ પણ વધશે. શાકભાજી ગરમીની શરૂઆત થતા જ લીલા શાકભાજી અને લીંબુના ભાવમાં વધારો થયો છે. દરેક શાકભાજીના ભાવમાં પ્રતિ કિલોના ૫ થી ૧૦ રૂપિયાનો વધારો થયો છે. જ્યારે કે, લીંબુના ભાવ તો આસમાને પહોંચ્યા છે. લીંબુનો પ્રતિ કિલો ભાવ ૧૭૦ થી ૨૦૦ એ પહોંચ્યો છે. આ ભાવ વધારાનું કારણ છે ગરમી ઉનાળાની શરૂઆત થતા જ શાકભાજી ઉત્પાદન ઘટ્યું છે. બીજી તરફ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતાં જ શાકભાજી જે બહાર થી આવી રહી છે તેના પર પેટ્રોલની અસર વધી છે. વાહનવ્યવહાર મોંઘો થયો છે તેની અસર પણ ભાવ પર પડી છે. વેપારીઓનું કહેવું છે કે હજુ પણ શાકભાજીના ભાવમાં સતત વધારો થઇ શકે છે. એક તરફ શાકભાજી તો બીજી તરફ, પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રોજેરોજ વધારો ઝીંકાઈ રહ્યો છે. ૮ દિવસમાં ૭ વખત વધી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થયો છે. આજના લેટેસ્ટ ભાવ મુજબ, પેટ્રોલની કિંમતમાં ૮૦ અને ડીઝલમાં ૭૨ પૈસા વધ્યા છે. ઝ્રદ્ગય્ ની કિંમતમાં પ્રતિ કિલો ૧.૫ રૂપિયાનો વધારો થયો છે. રાજ્યના કેટલાક શહેરોમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પાર પહોંચી ગયુ છે. પેટ્રોલની કિંમત સરેરાશ ૯૯.૯૦ રૂપિયા થઈ છે. તો ડીઝલની સરેરાશ કિંમત ૯૪.૦૭ રૂપિયા પ્રતિલીટર થઈ છે. પ્રીમિયમ પેટ્રોલ પ્રતિલીટર ૧૦૩.૨૪ રૂપિયાને પાર પહોંચી ગયુ છે. આંતતરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં વધારાને લીધે ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે.
શાકભાજીના હાલના ભાવ પ્રતિ કિલો આ પ્રમાણે
શાકભાજી ભાવ પ્રતિ કિલો
કોબી ૪૦ રૂપિયા
ફ્લાવર ૪૦ રૂપિયા
ભીંડા ૬૦ રૂપિયા
દૂધી ૩૦ રૂપિયા
ફણસી ૮૦ રૂપિયા
કેપ્સિકમ ૮૦ રૂપિયા
ગુવાર ૮૦ રૂપિયા
વટાણા ૫૦ રૂપિયા
ગિલોડા ૬૦ રૂપિયા
રીગણ ૪૫ રૂપિયા
રવૈયા ૬૦ રૂપિયા
સરગવો ૫૦ રૂપિયા
ગલકા ૫૦ રૂપિયા
શાકભાજી ભાવ પ્રતિ કિલો
તુરિયા ૪૦ રૂપિયા
કાચી કેરી ૬૦ રૂપિયા
કારેલા ૫૦ રૂપિયા
ટામેટા ૩૦ રૂપિયા
મરચા ૧૨૦ રૂપિયા
લીબુ ૧૬૦થી૧૮૦
આદુ ૫૦ રૂપિયા
પાલક ૪૦ રૂપિયા
મેથી ૪૦ રૂપિયા
ધાણા ૫૦ રૂપિયા
લીલું લસણ ૬૦ રૂપિયા
લીલી ડુંગળી ૪૦ રૂપિયા