સમગ્ર રાજ્ય ભરની સાથોસાથ ભાવનગરમાં ઉનાળાની આંકરી ગરમીનો પ્રારંભ થઇ ગયો હોય તેમ દિન પ્રતિદિન મહતમ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે અને લોકો ઉનાળાની ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ગત સપ્તાહે સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતા વાતાવરણ પલટાયુ હતુ અને ગરમીમાં થોડી રાહત થવા પામેલ. હવે વાતાવરણ ચોખ્ખું થઈ ગયા બાદ તાપમાનમાં વધારો થવા લાગ્યો છે ભાવનગરમા છેલ્લા ચાર દિવસથી મહતમ તાપમાનમાં ધીમા પગલે દરરોજ ૧-૧ ડિગ્રીનો વધારો થઈ રહ્યો છે. પરિણામે સોમવારે દિવસનુ તાપમાન૩૮.૫ ડિગ્રી રહેવા પામ્યું હતુ. છેલ્લા ચાર દિવસથી સરેરાશ ૧૪થી ૧૮ કી.મી.ની ઝડપે પવન ફૂકાઇ રહ્યો છે. બે- ચાર દિવસમા તાપમાનનો પારો ૪૦ ડિગ્રી પહોંચી જવાની શક્યતા હોવાનું મનાઇ રહ્યું છે.