આગામી ૩૦ તારીખના રોજ મોહરમ પર્વને લઈ શાંતિ સમિતિની બેઠક સિહોર ખાતે અધિકારી વાળાભાઈની અધ્યક્ષતામાં મળી હતી. મોહરમ પર્વ શાંતિપૂર્ણ રીતે કોમી એક્તા વચ્ચે પૂર્ણ કરવા તમામ આગેવાનોને અપીલ કરવામાં આવી હતી. ભાઈચારા અને કોમી એખલાસની ભાવના સાથે સંપન્ન થાય તે માટે અનુરોધ કરાયો હતો. મામલતદાર ઓફિસના કોન્ફરન્સ હોલ ખાતે આજે સાંજે યોજવામાં આવેલી શાંતિ સમિતિની બેઠકમાં મોહરમ ઝુલુસ સંદર્ભે સુવિધા અને તે ના રૂટ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઝુલુસ સમયસર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય અને કોમી એકતાની સદભાવના જળવાય રહે તેના પર ભાર મુકવામાં આવ્યો હતો. બન્ને સમુદાયના આગેવાનો બને પર્વ ઉત્સાહ, ઉમંગ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ તે માટે પ્રયત્નશીલ રહેવાની ખાતરી આપી હતી.