પવિત્ર પાવન પુરૂષોતમ માસના પ્રારંભ સાથે જ ભાવનગર શહેર જિલ્લામાં વસતા સેંકડો પરિવારો ભગવાન વિષ્ણુ સ્વરૂપ પુરૂષોત્તમ ભગવાનની સેવા પૂજામાં રત બન્યા છે પ્રાંતઃ સમયે ઘર આંગણ અજવા શેરી, સોસાયટીઓના કોમન પ્લોટમાં માટીની પાંચ ઢગલીઓ કરી કાંઠા ગોરની સ્થાપના કરવામાં આવે છે અને પૂરા ૩૦ દિવસ પંચષોડોચ્ચાર પૂજા સાથે પુરૂષોત્તમ ભગવાનની કથા કિર્તન સાથે એકટાણા કરી ભક્તિ ભાવ પૂર્વક ભગવાનને સમર્પણ કરવામાં આવે છે.