ભાવનગર શહેરના ક.પરા રહેતો પરિવાર ધાર્મિક કાર્ય માટે બહારગામ ગયો હતો તે વેળાએ અજાણ્યા શખ્સોએ તેમના રહેણાંકી મકાનમાં પ્રવેશ કરી રૂા.૨ લાખના માલમત્તાની ચોરી કરી નાસી છુટ્યા હતાં. આ અંગે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ શહેરના ક.પરા, રહેતા અને ટ્રકના બોડીનું કલર કામની મજુરી કરતા વિનોદભાઇ ધનજીભાઇ બારૈયા ગત તા.૨૬-૩ના રોજ ભાલ પંથકના કાળાતળાવ ગામે કુળદેવી ચામુંડા માતાજીના ૨૪ કલાકના માંડવામાં તેમના પરિવાર સાથે હાજરી આપવા માટે ગયા હતા તે વેળાએ રકમ રૂા.૧,૯૫,૦૦૦ અને ગલ્લામાં રાખેલ રોકડ રૂા.૩ હજાર સહિત કુલ રૂા.૧,૯૮,૦૦૦ની ચોરી કરી તસ્કરો નાસી છુટ્યા હતાં. ગંગાજળીયા પોલીસે તાકીદે પગલા લઈ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.