પાણી પુરવઠા વિભાગને સમારકામ પૂર્ણ કરતાં ૧૦ દિવસનો સમય લાગશે ગ્રામજનો-સરપંચો પાસે સાથ સહકારની કરી યાચના
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ચોરવડલા ગામ નજીક નર્મદા યોજના આધારિત પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતાં પાણી પુરવઠા વિભાગે સમારકામ હાથ ધર્યું છે આ લાઈન રીપેરીંગ દરમ્યાન દસ દિવસ જેટલો સમય લાગશે જેથી ત્રણ તાલુકાના ૪૭ ગામોને પાણી મળી શકશે નહીં તેમ જણાવ્યું કે છે. ઉમરાળા તરફથી આવતી અને સિહોર તાલુકાના ચોરવડલા ગામ નજીક પંમ્પિંગ સ્ટેશન થઈ ને પાલીતાણા તરફ આગળ વધતી નર્મદાના નિર અંતર્ગત ની પાણીની લાઈનમાં ચોરવડલા સંમ્પ માં ભંગાણ સર્જાયું છે આ ક્ષતિ નિવારવા સાથે સમારકામ માટે પાણી પુરવઠા વિભાગની ટીમ દ્વારા સમારકામ હાથ ધર્યું છે પરંતુ આ કામ પૂર્ણ થતાં દસ દિવસ જેટલો સમય લાગશે જેને પગલે પાલીતાણા તાલુકાના ૩૬ સિહોર તાલુકાના ૮ અને ઉમરાળા તાલુકાના ૩ ગામ મળી કુલ ૪૭ ગામોને આગામી દસ દિવસ સુધી પાણીનો જથ્થો સપ્લાય થઈ શકે તેમ નથી આથી આ દસ દિવસ લોકો એ પાણીની સમસ્યા વેઠવી પડશે તંત્ર દ્વારા લોકો ને તથા ૪૭ ગામનાં લોકો ને અપીલ કરી છે કે શક્ય તેટલી ઝડપથી સમારકામ પૂર્ણ કરવા પ્રયત્નો કરવામાં આવશે આથી સાથ-સહકાર આપવા અનુરોધ કર્યો છે.