૧૮૫૭ ની ક્રાંતિ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ (પ્રેરણાસ્ત્રોત ઇતિહાસ )

103

ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ ૧૮૫૭ના વિપ્લવની શરૂઆત ૨૯ માર્ચ ના રોજ મંગલ પાંડેએ કરી હતી
બ્રિટિશ હિંદના ઇતિહાસમાં ૧૮૫૭ના બળવાની યુગવર્તી ઘટના પ્લાસીના યુદ્ધ પછી બરાબર સો વર્ષ પછી ઈસ્ટ ઈન્ડિયા કંપનીના છેલ્લા ગવર્નર જનરલ લોર્ડ કેનિંગ ના શાસનકાળમાં બની હતી ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની નો ઇતિહાસ નિરંતર સામ્રાજ્યવાદી વિસ્તારવાદી અને આર્થિક લાભ પ્રાપ્ત કરવાનો ઇતિહાસ રહ્યો છે જેમ જેમ અંગ્રેજો ની શક્તિ વધતી ગઈ તેમ તેમ તેમની લાલચા પણ વધી ગઇ વધુ ને વધુ આર્થિક લાભ પ્રાપ્ત કરવા અને વધુ ને વધુ સામ્રાજ્યનો વિસ્તાર કરવાનું કંપનીનું લક્ષ્ય બની ગયું અંગ્રેજોનો આ રાજ્ય વિસ્તાર થી ભારતીય રાજાઓ ને એવો ભય લાગ્યો હતો કે તાત્કાલિક અથવા થોડા સમય પછી અંગ્રેજો અવશ્ય પોતાની સત્તા અને ખતમ કરી દેશે ભારતની જનતા અંગ્રેજો ની શાસન વ્યવસ્થા ધાર્મિક અને સામાજિક નીતિઓ થી અસંતુષ્ટ હતી આસ સો વર્ષના સમય દરમ્યાન બ્રિટિશ સત્તા હિંદમાં સાર્વભોમ બની ચૂકી હતી આ સમયગાળા દરમિયાન અનેક દેશી રાજ્યોકંપનીના આશ્રિત રક્ષિત કે ખંડિયા બન્યા હતા ઘણા દેશી રાજ્યો ખાલસા થયા આમ પ્લાસીના યુદ્ધ પછીના આ સો વર્ષ ગાળામાં કંપનીએ અનેક દુશ્મનો ઊભા કર્યા હતા ૧૮૫૭ ના ભારતના પ્રથમ સ્વતંત્ર સંગ્રામ પહેલા પણ અનેક વિદ્રોહ થયા અંગ્રેજોની આ અન્યાયકારી નીતિ સામે ૧૮૧૬માં રાયબરેલીમાં, ૧૮૩૧ -૩૩ માં કોલ જાતી નો બળવો, ૧૮૪૮માં કાગડા માં ૧૮૫૫- ૫૬માં સાંથલ જાતિએ તથા અન્ય વ્યક્તિઓએ અલગ અલગ સ્થળે ૧૮૫૭ ની ક્રાંતિ પહેલા અંગ્રેજોની સામે શસ્ત્રો ઉપાડ્યા છે આ ક્રાંતિ ભારતમાં વ્યાપેલ તીવ્રઅસંતોષનું પરિણામ છે થોડા સમયમાં ભારતીય સૈનિકો પણ અંગ્રેજોથી નારાજ થઈ ગયા ૧૮૫૭ના વિપ્લવ માટે અનેક કારણો જવાબદાર હતા તેમાં રાજકીય કારણ, સામાજિક કારણ, આર્થિક કરણ ,ધાર્મિક કારણ અને સૈનિકોમાં અસંતોષ તેમજ તાત્કાલિક કારણ મહત્વનું ગણી શકાય
તેમાં રાજકીય કારણ જોઈએ તો લોડ ડેલહાઉસીની જીત જતી અને ખાલસા નીતિ એટલે કે વિસ્તારવાદ ની નીતિ,આ નીતિ કારણે લોર્ડ ડેલહાઉસી માટે મુંબઈના દૈનિક સમાચાર પત્ર બોમ્બે સમાચારે ડેલહાઉસી ને કુખ્યાત પિંઢારો અને રાજ્યનો લૂંટારો કર્યો હતો. દેશી રાજ્યો પ્રત્યે પણ અંછાજતો વર્તાવ તેમજ છેક છેલ્લા મુગલ બાદશાહ બહાદુર શાહ બીજા સાથે દુર્વ્યવહાર તેમજ વહીવટી ના બહાના હેઠળ અનેક રાજ્યો બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યા હતા અંગ્રેજોની આર્થિક શોષણ નીતિના કારણે પહેલા બંગાળ અને ત્યાર પછી ભારતના અન્ય ભાગો ના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા કારણકે ઇંગ્લેન્ડની સરકારે હિન્દ માંથી ઇંગ્લેન્ડ જતા કાપડ પર ૭૦થી ૮૦ ટકા જકાત નાખી જ્યારે ઈંગ્લેન્ડથી હિન્દીમાં આવતા કાપડ ઉપર તદ્દન નજીવી જકાત નાખી આથી ભારત નો કાપડ ઉદ્યોગ તૂટી પડ્યો અને અસંખ્ય કારીગરો બેકાર બન્યા અંગ્રેજોની નીતિ વિશે ડો. ઈશ્વરપ્રસાદ લખે છે હિન્દ અંગ્રેજો માટે દુજતી ગાય બની અને તેના બાળકો ભૂખે ટળવળવા લાગ્યા. તેમજ સામાજિક કારણો માં અંગ્રેજોએ અપનાવેલી સામાજિક ભેદભાવ ભરી નીતિ, હિન્દુઓના સામાજિક વ્યવહારમાં અંગ્રેજો દ્વારા હસ્તક્ષેપ વગેરે ગણી શકાય ધાર્મિક કારણ માં અંગ્રેજો દ્વારા હિંદમાં ખિસ્તી ધર્મ પ્રચાર લોકોને સહાય તેમજ ખ્રિસ્તી ધર્મના પ્રચારકોની ઉદ્ધતાઈ જવાબદાર હતી લશ્કરી કારણોમાં હિન્દના સૈનિકોમાં ખૂબ જ અસંતોષ હતોઆ અસંતોષ ખામીયુક્ત લશ્કરી વ્યવસ્થા જવાબદાર હતી પદ, બઢતી પગાર ભથ્થા વગેરેમાં અંગ્રેજો અને ભારતીય સૈનિકો વચ્ચે ભેદભાવની નીતિ રાખવામાં આવતી હતી તેમજ ૧૮૫૬માં કેનિંગ દ્વારા લશ્કરની ભરતી અંગે નવો કાયદો આવ્યો હતો નવા ભરતી થનાર એ પોતે ગમે તે સ્થળે લડવા તૈયાર રહેશે તે પ્રકારનો સામાન્ય સેવા ભરતી કાયદો કર્યો હતો હાથી ભારતીય સૈનિકોને એવું લાગવા માંડ્યું કે અંગ્રેજો ભારતીય લોકોને વટલાવવાની તરકીબ કરી રહ્યા છે આ બધા જ કારણો ભારતની પ્રથમ સ્વતંત્ર ક્રાંતિ માટે મહત્વના ગણી શકાય પરંતુ તાતકાલિક કારણ ચરબીવાળી કારતુંસોની ઘટના જવાબદાર છે અંગ્રેજોએ જૂની પુરાણી લોખંડ ની બંદૂક બ્રાઉન બેસ ને બદલે નવી પ્રકારની એનફિલ્ડ રાઇફલ આવી તેના વપરાતી કારતૂસો દાંત વડે તોડવાની હતી આ કારતુંસો ઉપર ગાય અને ભૂંડ ચરબીનું આવલણ હતું જે દાંત વડે દોડવું પડતું હતું જેના પરિણામ સ્વરૂપે હિન્દી સિપાઈઓ માં ખૂબ વિરોધ થયો સિપાઇઑએ કારતૂસો વાપરવાની સાફ ના પાડી અને તેના પ્રત્યાઘાતો રૂપે ૨૯ માર્ચ ૧૮૫૭ રોજ બરકપુર લશ્કરી છાવણીમાં મંગલ પાંડે નામના સિપાઈએની ૩૪નેટિવ ઇન્ફન્ટ્રી ના અધિકારી લેફ્ટનન્ટ બોધ પર હુમલો કરી તેને મારી નાખ્યો ૨૬ ફેબ્રુઆરી ઈ.સ ૧૮૫૭ના રોજ બુરહાનપૂરની ૧૯મી નેટિવ ઇન્ફન્ટ્રી બગાવત એ સમયે બંગાળમાં કલકત્તાથી આશરે ૨૫ કિલોમીટર દૂર બરાકપુર માં આવેલી ૩૪ મિ નેટિવ ઇન્ફન્ટ્રી ના સિપાઈઓએ કોલકત્તા થી આશરે ૨૦૦ કિલોમીટર દૂર આવેલા બુરહાનપુર માં આવેલી ૧૯મી નેટિવ ઇન્ફન્ટ્રી ના સૈનિકો ને ચરબીવાળી કારતૂસો ની હકીકત જણાવીને તેમને ભડકાવ્યા પરિણામ સ્વરૂપે ૨૬ મી ફેબ્રુઆરીના રોજ ૧૯મી નેટિવ ઇન્ફન્ટ્રી સૈનિકો એ ચરબીવાળી કરતૂતોને અટકવાનો ઇનકાર કર્યો એટલે કમાન્ડિંગ ઓફિસર મિ.કર્નલ મિટચેલ તેમને સખત ઠપકો આપ્યો તેના નેતા સૈનિકોને કઠોળ કારાવાસની સજા કરી અને ૧૯ નેટિવ ઇન્ફન્ટ્રી રેજીમેન્ટ વિખેરી નાખી
૨૯મી રવિવારે બરાકપુરમાં૩૪ પલટનના સિપાઈઓએ ચરબીવાળી કારતૂસ ને વાપરવાની ના પાડી અને મંગલ પાંડેએ અંગ્રેજ વિરોધી ભાવનાથી પ્રેરાઈને તેમની પલટનના અંગ્રેજી જનરલ હીયર્સ ના સાથીદાર લેફ્ટનન્ટ બોધ પર હુમલો કરી મારી નાખ્યો તુરંત જ મંગલ પાંડે અને તેના સાથીદારો પકડીને તેના પર લશ્કરી અદાલતમાં કામ ચલાવી મંગલ પાંડેને ૮ એપ્રિલ ૧૯૫૭ના રોજ ફાંસી આપવામાં આવી ઘણી જગ્યા ઉપર તોપને ગોળી ઉડાવી મૂકવામાં આવ્યા એવું પણ લખાણ મળે છે અને ૩૪ નેટિવ ઇન્ફન્ટ્રી ને વિખેરી નાખવામાં આવી આમ ૩૪ નેટિવ ઇન્ફન્ટ્રી ઉપર અનેક કડક નિયમો લગાવવામાં આવ્યા તેમજ તેને નિશસ્ત્ર કરવામાં આવી ૧૮૫૭ના પ્રથમ શહીદ તરીકે આપણે મંગલ પાંડેને યાદ કરીએ છીએ મંગલ પાંડે એક એવું વ્યક્તિત્વ જે આજે પણ ભારતીય યુવાનોને પ્રેરણા અપાવનારું રહ્યું છે ઘણા ઈતિહાસકારો ૧૮૫૭ના વિપ્લવને બળવો કહે છે પરંતુ રાષ્ટ્રવાદી ઇતિહાસવિદો એ આ ઘટનાને ભારતની પ્રથમ સ્વતંત્ર ક્રાંતિ કરી છે કારણકે આ સમયે સમગ્ર સમગ્ર હિંદમાં અંગ્રેજો સામે સશસ્ત્ર બળવાઓ થયા રાષ્ટ્રવ્યાપી આંદોલન કે પછી પ્રથમ ક્રાંતિ હતી તેના પડઘા ખૂબ ઊંડે સુધી પડ્યા છે સત્તામાં પરિવર્તન આવ્યું છે

– ડો.જીતેશ એ.સાંખટ

Previous articleપરિવારમાં દરેક જણ ખુશ રહેશે કારણ કે એક ભાઈને વિકેટ મળી અને બીજાને જીત.: હાર્દિક પંડયા
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે