સેન્સેક્સમાં ૩૫૦ અને નિફ્ટીમાં ૧૦૩ પોઈન્ટનો ઊછાળો નોંધાયો

54

એચડીએફસી, ભારતી એરટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચડીએફસી બેંક, ડો રેડ્ડીઝ, સન ફાર્મા, ઇન્ફોસિસ અને આઈસીઆઈસીઆઈ બેંક સેન્સેક્સમાં મુખ્ય લાભાર્થી હતા
મુંબઈ, તા.૨૯
શેરબજારોમાં મંગળવારે સતત બીજા દિવસે તેજી રહી હતી અને બીએસઈ સેન્સેક્સ ૩૫૦ પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારોમાં હકારાત્મક વલણ વચ્ચે એચડીએફસી લિ., એચડીએફસી બેંક, ભારતી એરટેલ અને ઈન્ફોસીસના શેર વૈશ્વિક બજારોમાં ઉછાળા સાથે વધ્યા હતા. બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૩૫૦.૧૬ પોઈન્ટ અથવા ૦.૬૧ ટકા વધીને ૫૭,૯૪૩.૬૫ ના સ્તર પર બંધ થયા છે. ટ્રેડિંગ દરમિયાન, તે ૪૦૮.૦૪ પોઇન્ટ અથવા ૦.૭૦ ટકા વધીને ૫૮,૦૦૧.૫૩ પોઇન્ટ પર ગયો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (એનએસઈ નિફ્ટી) પણ ૧૦૩.૩૦ પોઈન્ટ અથવા ૦.૬૦ ટકા વધીને ૧૭,૩૨૫.૩૦ પર બંધ થયો હતો. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી એચડીએફસી, ભારતી એરટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચડીએફસી બેન્ક, ડૉ. રેડ્ડીઝ, સન ફાર્મા, ઇન્ફોસિસ અને આઈસીઆઈસીઆઈ બેન્ક મુખ્ય ઉછાળામાં હતા. બીજી તરફ, તેટાલા શેરોમાં આઈટીસી, ટાટા સ્ટીલ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફિનસર્વ અને એનટીપીસીનો સમાવેશ થાય છે. અન્ય એશિયાઈ બજારોમાં, જાપાનનો નિક્કી, દક્ષિણ કોરિયાનો કોસ્પી અને હોંગકોંગનો હેંગસેંગ ઉછાળા સાથે સમાપ્ત થયો હતો, જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ નજીવો નીચો હતો. તુર્કીમાં યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ વાટાઘાટો પૂર્વે, યુરોપના મુખ્ય બજારો બપોરના વેપારમાં તેજી તરફ વળ્યા હતા. દરમિયાન, આંતરરાષ્ટ્રીય ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૫૨ ટકા વધીને ૧૧૩.૧ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો કેપિટલ માર્કેટમાં ચોખ્ખા વેચાણકર્તા હતા અને સોમવારે રૂ. ૮૦૧.૪૧ કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

Previous articleભારતીય મૂળના અમેરિકન નાગરિક રાજ સુબ્રમણ્યમ ફેડએક્સના સીઈઓ બનશે
Next articleતળાજાના સથરા ગામની શાળામાં બોર્ડની પરીક્ષામાં મધમાખીનું ઝુંડ ત્રાટકયું, 10થી વધું વિદ્યાર્થીને ડંખ માર્યો