જિલ્લામાં ૯૫૦ શાળામાં કાલથી મધ્યાહન ભોજનનો થશે પ્રારંભ, પુરવઠા તંત્ર દ્વારા તૈયારીને આખરી ઓપ
કોરોનાને કારણે ગત. ૧૬ માર્ચ ૨૦૨૦થી બંધ કરાયેલ મધ્યાહન યોજના પુનઃ કાર્યરત કરાઈ છે. શહેરમાં મ્યુ.શિક્ષણ સમિતિ હસ્તકની ૫૫ અને વેસ્ટર્ન રેલવેની ૧ શાળાના મળી ૧૭૫૦૬ વિધાર્થીઓ નોંધાયેલા છે જે દરેક લાભાર્થીની વ્યાખ્યામાં આવે છે. અક્ષયપાત્ર સંસ્થાના માધ્યમથી ગઈકાલથી શહેરમાં મધ્યાહન ભોજન યોજના પુનઃ પ્રારંભ થયાનું સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું. ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૯૦૫ સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ ૧થી ૮માં ૮ લાખ જેટલા વિધાર્થીઓ નોંધાયેલ છે જે તમામ માટે આવતીકાલથી મધ્યાહન ભોજન શાળા કક્ષાએ જ પ્રારંભ થશે. પુરવઠા અધિકારી સુરજકુમાર સુથારના નેતૃત્વમાં પુરવઠા ટીમ દ્વારા તૈયારીને આખરીઓપ અપાયો હતો.