ખેલમહાકુંભ ટેબલ ટેનિસ રમતમાં સંસ્કાર મંડળના ખેલાડીઓનો ઉજ્જવળ દેખાવ

73

તાજેતરમાં સિદસર સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્સ પર રમાયેલી ખેલમહાકુંભ ૨૦૨૨ અંતર્ગત રમાયેલી ટેબલ ટેનિસ સ્પર્ધામાં સંસ્કાર મંડળ સ્થિત બી.એન.વિરાણી રમત સંકુલના ખેલાડીઓએ અતિસુંદર પ્રદર્શન કર્યું છે. વયસ્કોની ૬૦ ની પુરુષોની સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય ખેલાડી ક્ષિતીશ પુરોહિતે સિંગલ્સમાં રજત ચંદ્રક મેળવનાર તેમના સાથી ખેલાડી દિપક સરવૈયાને સીધા સેટમાં હરાવી સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. ૬૦ ડબલ્સમાં આ બંનેની જોડી વિજેતા બનતા શ્રી પુરોહિતે બબ્બે સુવર્ણ ચંદ્રકો જીતવાની બેવડી સિદ્ધિ મેળવી હતી. આ ઉપરાંત ઓપન એઇજ ગ્રુપમાં પોસ્ટ સેવામાં કાર્યરત સંસ્કાર મંડળના જ દિવ્યા ગોહિલ (સરવૈયા)એ મહિલા ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીતવા ઉપરાંત તન્મય પારેખ સાથે રમી મિક્સ ડબલ્સમાં રજત ચંદ્રક પ્રાપ્ત કરેલ. જ્યારે સંસ્કાર મંડળના સિલ્વર બેલ્સ શાળામાં અભ્યાસ કરતા હિતાર્થ જોશીએ ૧૪ વર્ષથી નીચેના ભાઈઓની સ્પર્ધામાં અતિસુંદર રમત દાખવી તૃતીય સ્થાન સાથે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આ ઉપરાંત સરદાર પટેલ સ્કૂલમાં ભણતી ચાર્મી જાની, ફાતિમા કોનવેન્ટની રુદ્રી શુક્લ તથા નૈમિશારણ્યના વિદ્યાર્થી સંકેત શાહ રાજ્ય કક્ષાની ૧૭ અને ૧૪ વર્ષ નીચેના ખેલાડીઓ માટેની વિવિધ શાળાકીય સ્પર્ધાઓ માટે પણ પસંદ પામ્યા હતા. ઉપરોક્ત વિજેતાઓ ઉપરાંત સંસ્કાર મંડળના વંદન સુતરિયા,યુગ અંધારિયા,નિરજ દિહોરા તથા હેતાંશી ગોહિલે ઉલ્લેખનીય દેખાવ કર્યો હતો.
સ્પર્ધા દરમ્યાન ખેલાડીઓને માર્ગદર્શન સંસ્કાર મંડળના સર્વશ્રી ક્ષિતીશ પુરોહિત,દિપક સરવૈયા,શિવાંગ અંધારિયાએ આપેલ.

Previous articleબ્યૂટિની દુનિયામાં અનિતા નેનૂજીનો દબદબો
Next articleડિવોર્સના ૧૦ વર્ષ બાદ ફરી પરણવા જઈ રહી છે કનિકા