સરકારી કર્મી.ઓના મોંઘવારી ભથ્થામાં ૩%નો વધારો કરાયો

64

વડાપ્રધાનના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નિર્ણય :નવું મોંઘવારી ભથ્થું ૧લી જાન્યુઆરીથી લાગુ થશે, ડીએ વધારાનો દેશના ૪૭.૬૮ લાખ સરકારી કર્મચારીઓ-૬૮.૬૨ લાખ પેન્શનધારકોને મળશે
નવી દિલ્હી, તા.૩૦
કોરોના મહામારીને કારણે અટવાયેલ સરકારી કર્મચારીઓના લાભ પર ફરી સરકારે નજર દોડાવી છે. કેબિનેટની આજની બેઠક કર્મચારીઓના ડિયરનેશ અલાઉન્સ એટલેકે મોંઘવારી ભથ્થમાં ૩%ના વધારાની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મળેલ કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં આજે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સનોના મોંઘાવરી ભથ્થામાં ૩%નો વધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. નવું મોંઘવારી ભથ્થું ૧લી જાન્યુઆરી, ૨૦૨૨ થી લાગુ થશે. અત્યારે કર્મચારીઓ અને પેન્શનરોને સરકાર તરફથી ૩૧% ડીએ મળે છે જે હવે વધીને ૩૪% થશે. આ ડીએ વધારાનો દેશના ૪૭.૬૮ લાખ સરકારી કર્મચારીઓ અને ૬૮.૬૨ લાખ પેન્શનધારકોને મળશે. આ વધારાથી સરકારી તિજોરી પર ૯૫૪૫ કરોડનો બોજો પડશે. કોરોનાવાયરસ મહામારીને કારણે ડીએમાં સુધારો દોઢ વર્ષથી અટકી ગયો હતો. જુલાઈ, ૨૦૨૧માં કેન્દ્ર સરકારે લાંબા વિરામ બાદ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત ૧૭ ટકાથી વધારીને ૨૮ ટકા કરી હતી. ફરી ઓક્ટોબર, ૨૦૨૧માં કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો અને હાલ કર્મચારીઓને ૩૧ ટકા મળી રહ્યું છે, જે જુલાઈ, ૨૦૨૧થી લાગુ થયું છે. તેવી જ રીતે, કેન્દ્ર સરકારના પેન્શનરો માટે મોંઘવારી રાહત પણ વધીને ૩૧ ટકા થઈ ગઈ છે. એઆઈસીપીઆઈ-આઈડબલ્યુ ના ડિસેમ્બરના ડેટાથી કર્મચારીઓ ૩% ડીએ વધારાની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા. આજની કેબિનેટ બેઠકમાં ડીએમાં ૩% વધારાની જાહેરાત કરવામાં આવી છે. કર્મચારીઓના માર્ચના પગાર સાથે નવું મોંઘવારી ભથ્થું ખાતામાં ક્રેડિટ કરી દેવામાં આવશે. હવે કર્મચારીઓ અને પેન્શનરોને ૩૪%ના દરે મોંઘવારી ભથ્થું (ડીએ વધારો) મળશે. ઔદ્યોગિક કામદારો માટેના કન્ઝ્‌યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ)ના ડિસેમ્બર ૨૦૨૧ના સૂચકાંકમાં એક પોઇન્ટનો ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ કે મોંઘવારી ભથ્થા માટે ૧૨ મહિનાનો સૂચકાંકનો સરેરાશ ૩૫૧.૩૩ થયો છે. જેના સરેરાશ ૩૪.૦૪% (મોંઘવારી ભથ્થું) છે. પરંતુ, મોંઘવારી ભથ્થું હંમેશા સંપૂર્ણ સંખ્યામાં આપવામાં આવે છે. એટલે કે, જાન્યુઆરી ૨૦૨૨ થી કુલ મોંઘવારી ભથ્થું ૩૪% થઈ જશે. કેંદ્ર સરકાર ડીએને ૩ ટકા વધારવાનો નિર્ણય કર્યો છે. આ વખતે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે. વધેલા મોંઘવારી ભથ્થાનો લાભ તમામ કેન્દ્રીય કર્મચારીઓને ૧ જાન્યુઆરી ૨૦૨૨ થી મળશે. હવે કર્મચારીઓ અને પેંશનધારકોને ૩૪ ટકા મોંઘવારી ભથ્થું આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલાં ૩૧ ટકાની જોગવાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારના આ નિર્ણયથી ૫૦ લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૫ લાખ પેંશનર્સને ફાયદો થશે. ત્યારબાદ આગામી મોંઘવારી ભથ્થાની ગણતરી જુલાઇ ૨૦૨૨ માં કરવામાં આવશે. ડિસેમ્બર ૨૦૨૧ માટે એઆઈસીપીઆઈ-આઈડબલ્યુ ના આંકડા જાહેર કરી દેવામાં આવ્યા છે. આ આંકડા અનુસાર ડિસેમ્બરમાં આ આંકડો ૦.૩ ટકા ઘટીને ૧૨૫.૪ પોઇન્ટ રહ્યો. નવેમ્બરમાં આ આંકડો ૧૨૫.૭ પોઇન્ટ પર હતો. અને ડિસેમ્બરમાં ૦.૨૪ નો ઘટાડો આવ્યો છે. પરંતુ તેનાથી મોંઘવારી ભથ્થામાં કોઇ અસર પડી નથી. લેબર મિનિસ્ટ્રીના આંકડા અનુસાર નવેમ્બર ૨૦૨૧ માં એઆઈસીપીઆઈ-આઈડબલ્યુઇન્ડેક્સમાં ૦.૮ ટકાની તેજી આવી હતી અને આ ૧૨૫.૭ પર પહોંચી ગયો હતો. તેનાથી સ્પષ્ટ થાય છે કે મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો થશે. હવે ડિસેમ્બર ૨૦૨૧ ના આંકડા અનુસાર ભલે સામાન્ય ઘટાડો આવ્યો છે, પરંતુ જાન્યુઆરી ૨૦૨૨ થી ડીએ ના વધારાની જાહેરાત થઇ ગઇ છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleભારતમાં કોવિડની ચોથી લહેર ઓગસ્ટમાં આવી શકે છે