ભાવનગરમાં સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર આરોપીને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા

73

કોર્ટે સજા ઉપરાંત રોકડ ૧૦ હજારનો દંડ તેમજ સગીરાને વળતર પેટે રૂપીયા ૫૦ હજાર ચુકવવા હુકમ કર્યો
સાડા ચાર વર્ષ પુર્વે ભાવનગર શહેરના કુંભારવાડા અમર સોસાયટી વિસ્તારમાં રહેતા એક શખ્સે સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની બોરતળાવ પોલીસ મથકમાં પોલીસ ફરીયાદ નોંધાઈ હતી . આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના ત્રીજા એડીશનલ સેશન્સ જજની અદાલતમાં ચાલી જતાં અદાલતે સરકારી વકીલની દલીલો, આધાર પુરાવા સાક્ષીઓ વગેરેને ધ્યાને રાખી આરોપી સામે ગુનો સાબીત માની આરોપીને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી. આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ શહેરના કુંભારવાડા, અમર સોસાયટી વિસ્તારમાં રહેતા સુરેશ ઉર્ફે સુર્યો ધીરુભાઈ પરમાર નામના શખ્સ ગત તા.૧૦/૯/૧૭ ના રોજ એક ૧૬ વર્ષની સગીરાને લલચાવી, ફોસલાવી, લગ્નની લાલચ આપી, વાલી પણા માંથી ભગાડી, સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતું. આ બનાવની જે તે સમયે પોલીસ ફરીયાદ નોંધાતા બોરતળાવ પોલીસે ઉકત આરોપી સામે ઈ.પી.કો.કલમ -૩૬૩, ૩૬૬, ૩૭૬ અને પોકસો એકટની કલમ -૪, ૮ મુજબનો ગુનો નોંધ્યો હતો. આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના ત્રીજા એડીશનલ સેશન્સ જજ ઝંખનાબેન ત્રીવેદીની અદાલતમાં ચાલી જતાં સરકારી વકીલ ધ્રુવ મહેતાની અસરકારક દલીલો, મૌખિક પુરાવા -૧૪ અને દસ્તાવેજી પુરાવા -૨૭ વગેરે ધ્યાને રાખી આરોપી સુરેશ ઉર્ફે સુર્યો ધીરુભાઈ પરમારની સામે જુદી જુદી કલમો હેઠળ ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ ૧૦ હજારનો દંડ તેમજ સગીરાને વળતર પેટે રૂપીયા ૫૦ હજાર ચુકવવા અદાલતે હુકમ કર્યો હતો.

Previous articleબુરખો પહેરીને આવેલી મહિલાએ CRPF બંકર પર પેટ્રોલ બોમ્બ ફેંક્યો
Next articleશહેરના સવાઈગરની શેરીમાં નજીવી બાબતે પાડોશીઓ ઝઘડ્યા બે મહિલાઓ ઉપર ફાયરીંગ : હાલત ગંભીર