ચૂંટણી અંતર્ગત દિવ્યાંગ મતદારો માટે એક ઓનલાઈન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં વિકલાંગોને માટે મતદાન મથક ઉપર ખાસ પ્રકારનું બાધામુક્ત વાતાવરણ,રેમ્પ તથા રેલિંગની સુવિધા સાથે દિવ્યાંગને આવા જવામાં તકલીફ ન થાય તે માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવી.તેમજ દિવ્યાંગ લોકોને પડતી મુશ્કેલીનું નિવારણ લાવવાં માટે તળાજાના પ્રાંત અધિકારી સાહેબ વિકાસ રાતડા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તળાજાના મામલતદાર જે.જે કનોજીયા સાહેબ,નાયબ મામલતદાર વી.ડી ત્રિવેદી સાહેબ,એચ.ટી જોશી સાહેબ,તેમજ પંકજભાઈ કટકીયા (સ્પેશ્યલ એજ્યુકેટર) જોડાયા હતા.