મ્યુ.સ્વિમિંગ પુલમાં ધુબાકા મારવાનું મોંઘું થયું, વેન્ડર્સ ઝોન પડતો મુકાયો

67

વિકાસ કાર્યોમાં વિલંબ મામલે સ્ટેન્ડિંગમાં અધિકારી- પદાધિકારીઓએ એક બીજા પર ઢોળ્યું ! : ક્લોઝીંગ તારીખ પૂર્વે ટેન્ડર ખોલવા કાર્યપાલકની જવાબદારી ફિક્સ કરતા ઈનચાર્જ કમિશનર
શહેરમાં મ્યુ.સંચાલિત સ્વિમિંગ પુલની ફીમાં વધારો કરતો નિર્ણય સ્ટેન્ડીંગ કમિટીમાં અધ્યક્ષસ્થાનેથી લેવાયો હતો. વાર્ષિક ૨૦ ટકાનો વધારો ઝીકાયો છે. જયારે ગોળીબાર હનુમાનજી મંદિર નજીક સ્ટ્રીટ વેન્ડર્સ ઝોન બનાવવાનું આયોજન માંડી વાળી ઠરાવ રીફર બેક કર્યો હતો. ચાર કાર્ય અધ્યક્ષસ્થાનેથી મળી કુલ ૩૧ કાર્યોને સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં બહાલી આપવામાં આવી હતી. વિકાસ કાર્યોમાં સમય મર્યાદા વધારી દેવાની પરંપરા આ વખતે પણ આગળ ધપી હતી. કોર્પોરેશનના કોઈ કામમાં વિલંબ ના થાય તે માટે વર્ક ઓર્ડર આપતા પૂર્વે રોડના ખોદકામની જરૂર ના હોય તેવું અન્ય વિભાગો પાસેથી એન.ઓ.સી. પણ લેવામાં આવે છે. ત્યારબાદ જ કામનો એલ. ઓ. એ. અપાય છે. તેમ છતાં સમયમર્યાદામાં કામ પૂર્ણ થતા નથી. અન્ય કામોમાં પણ સમય મર્યાદા વધારાને લઇ સભ્યો દ્વારા તંત્ર વાહકોને આડે હાથ લીધા હતા. આથી અધિકારી દ્વારા ખાત મુહૂર્તનું બહાનું આગળ ધર્યું હતું. ટેન્ડર પ્રક્રિયામાં ટેન્ડર બહાર પાડયા બાદ ક્લોઝિંગની તારીખ ફિક્સ હોવા છતાં તે તારીખમાં ટેન્ડર ખોલવામાં આવતા નથી. લાંબો સમય સુધી ટેન્ડરને પડી રાખવામાં આવે છે. જે બાબતે સભ્યો દ્વારા ગંભીર આક્ષેપો કરતાં ઇન્ચાર્જ કમિશનર યોગેશ નિરગુડે દ્વારા જો ટેન્ડર ખોલવામાં ક્ષતિ થશે તો તે વિભાગના અધિકારી પર પગલા ભરવા નક્કી કર્યું હતું.

Previous articlePWD અંતર્ગત દિવ્યાંગ મતદારો માટે ઓનલાઈન મિટિંગનું આયોજન
Next articleપહેલી એપ્રીલ કવિ લેખક ડો. નિરંજન આચાર્યનો આજે જન્મ દિવસ