વડલા ચોકમાં ગેસના બાટલા, તેલના ડબ્બા સાથે એકઠા થઇ કર્યા ચક્કાજામ
દિન પ્રતિદિન વધતી જતી મોઘવારી પ્રશ્ને આજે સિહોર કોગ્રેસ દ્વારા વડલા ચોક ખાતે પુર્વ ધારાસભ્ય પ્રવિણ રાઠોડની આગેવાની હેઠળ એકઠા થઇ દેખાવો કરી ચક્કાજામ કર્યા હતા અને સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ, ગેસ, તેલ સહિત જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં બેફામ વધારો થવા પામ્યો છે. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બની ગયો છે. ત્યારે આજે સિહોરના વડલા ચોક ખાતે કોગ્રેસ દ્વારા પુર્વ ધારાસભ્યની આગેવાની હેઠળ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ગેસના બાટલા, તેલના ડબ્બા સાથે આગેવાનો, કાર્યકરો, તથા ગૃહિણીઓ જોડાયા હતા અને સરકાર વિરુદ્ધ ભારે સુત્રોચ્ચાર સાથે દેખાવો કરી રોડ પર બેસી જઈ ચક્કાજામ કર્યા હતા. આ કાર્યક્રમમાં સિહોર શહેર તથા તાલુકા કોગ્રેસના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને મોઘવારી કાબુમાં લેવા માગ કરાય હતી.