સર બી.પી.ટી.આઈ. , વિદ્યાનગર , ભાવનગર સંસ્થા ખાતે ચાલતા કોમ્પ્યુટર એઈડેડ કોસ્ચ્યુમ ડીઝાઇન એન્ડ ડ્રેસ મેકિંગ ( ફેશન ડિઝાઈનીંગ ) વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા વર્ષ દરમ્યાન તેઓના ટર્મવર્કનાં ભાગ રૂપે તૈયાર કરેલ ગાર્મેન્ટ્સ અને નમુનાઓનું ભવ્ય પ્રદર્શન “ પ્રયાસ ૨૦૨૨ ” આ સંસ્થા ખાતે તા .૩૧ / ૦૩ / ૨૦૨૨ ગુરુવાર સમય સવારે ૧૧-૦૦ થી ૫-૦૦ કલાકે યોજવામાં આવેલ જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરેલ વિવિધ પ્રોજેક્ટ વર્ક નાં નમૂનાઓ જેવા કે ખાદી નાં કપડા પર એપ્લીક વર્ક , ઇનોવેટીવ બેગ્સ , વેસ્ટ મટીરીયલ્સ માંથી જેકેટ્સ , લેક્ટેટીંગ તથા પ્રેગ્નન્ટ વૂમન માટેના ગાર્મેન્ટ્સ તથા વિવિધ ટાઈ એન્ડ ડાઈ ટેકનીક નાં ગાર્મેન્ટ્સ ઉપરાંત સ્ટેન્સિલ પ્રિન્ટેડ બેગ હાથરૂમાલ વગેરે નમૂનાઓનુ ભવ્ય પ્રદર્શન યોજેલ . આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના આચાર્યશ્રી , ખાતાના વડા તથા તમામ ફેકલ્ટી એ ભારે જહેમત ઉઠાવેલ.