બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામ પાસેથી ગૌરક્ષકોએ કતલખાને લઈજતા 10 અબોલ પશુઓને બચાવી લઈ 2 આરોપીઓને પણ ઝડપી લીધા હતા. આ બન્ને આરોપીઓ વિરૂધ્ધ રાણપુર પોલીસે ગુન્હો નોંધી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ રાણપુર તાલુકાના નાગનેશ ગામના કૃષ્ણરાજસિંહ રાજેન્દ્રસિંહ રાણા તા.30/3/22ના રોજ રાત્રે બસ સ્ટેન્ડ પાસે આવેલ કેબીને ઉપર બેઠા હતા તે દરમિયાન ધંધુકા રોડ ઉપરથી રાત્રીના 12.00 કલાકે બંધ પાટીયા વાળો ટ્રક નિકળતા તેમા પશુઓ ભરી કતલખાને લઇ જતા હોય તેવો વહેમ જતા ક્રુષ્ણરાજસિંહ રાણાના અને તેમના મિત્ર લકીરાજસિંહ ચુડાસમાએ ટ્રકનો પીછો કરી ટ્રક ઉભો રખાવી ટ્રકમા કૃરતા પૂર્વક બાંધીને કતલખાને લઇ જતા 10 પશુઓને બચાવી લેવામા આવ્યા હતા અને આ પશુઓને કતલખાને લઇ જતા સમીર બેલીમ રહે..જેતપુર અને અમીન તરવાડીયાને ઝડપી પાડી રાણપુર પોલીસે સોપી દેતા રાણપુર પોલીસે બન્ને આરોપી વિરૂધ્ધ ગુન્હો નોંધી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે તમામ અબોલ પશુઓને રાણપુર પાંજરાપોળમાં મુકવામાં આવ્યા છે.