રાણપુર શહેરમાં ડોક્ટર એસોસીએશનની મિટિંગ યોજાઈ

77

લક્ષ્મી સ્ટીલના માલીક અને સેવાભાવી ધર્મેન્દ્ર ગુપ્તા,સરપંચ ગોસુભા પરમાર,મેરૂભા પરમાર હાજર રહ્યા..
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં રાણપુરના ડોક્ટર એસોસીએશનની મિલન રેસ્ટોરન્ટ ખાતે મીટિંગ યોજાઈ હતી આ મિટિંગનુ આયોજન રાણપુરની લક્ષ્મી સ્ટીલના માલીક ધર્મેન્દ્ર ગુપ્તા દ્વારા કરવામાં આવ્યુ હતુ.જ્યારે હાલ ઉનાળા માં સખતની ગરમી પડી રહી છે ત્યારે લક્ષ્મી સ્ટીલના માલીક ધર્મેન્દ્ર ગુપ્તા દ્વારા.રાણપુર શહેરમાં વિવિધ જાહેર સ્થળે મીનરલ વોટર ઠંડા પાણીની પરબ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.આ મિટીંગમાં રાણપુર શહેર ના ડોક્ટર એસોસિએશનના પ્રમુખ,ઉપ.પ્રમુખ તથા રાણપુર તમામ ડોક્ટરો તથા મેડીકલ એસોસિએશન ના લોકો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં રાણપુર ગ્રામ પંચાયત ના નવા ચૂંટાયેલા સરપંચ ગોસુભા પરમાર તેમજ કિનારા ગ્રામ પંચાયતના સરપંચ મેરૂભા પરમાર નું શાલ ઓઢાડી રાણપુર ડોક્ટર એસોસિએશન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ.જ્યારે આ સમગ્ર મિટીંગ નું આયોજન રાણપુરની લક્ષ્મી સ્ટીલના માલીક અને સેવાભાવી સામાજીક આગેવાન ધર્મેન્દ્ર ગુપ્તા દ્વારા કરવામાં આવ્યુ હતુ અને જાહેર સ્થળે મીનરલ વોટર ઠંડા પાણીની પરબ બનાવાનો નિર્ણય કરતા હાજર સૌ કોઈ લોકોએ આ નિર્ણય ને આવકાર્યો હતો.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleરાણપુર તાલુકાના નાગનેશ પાસેથી ગૌરક્ષકોએ ખતલખાને લઈજતા 10 પશુઓને બચાવી લીધા,2 આરોપી ઝડપી લીધા
Next articleરાણપુરમાં લિંબડી રોડ ઉપર આવેલ જાગતી મેલડી માતાજીના મંદીરે સોમવારે નવરંગો માંડવો યોજાશે