રાત્રે ડાકડમરૂ નો કાર્યક્રમ યોજાશે,કેબીનેટ મંત્રી કીરીટસિંહ રાણા સહીતના આગેવાનો હાજર રહેશે.
બોટાદ જીલ્લાના રાણપુરમાં લિંબડી રોડ ઉપર આવેલ પ્રસિધ્ધ જાગતી માં મેલડી માતાજીના મંદીરે તારીખ-4-4-2022 ને સોમવારે ભવ્ય નવરંગો માંડવો યોજાશે.તથા રાત્રે ડાકડમરૂ નો પ્રોગ્રામ યોજાશે જેમાં ગામે-ગામથી ભુવાઓ આવશે.તેમજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કીરીટસિંહ રાણા તથા ભાજપના આગેવાન તનકસિંહ રાણા સહીતના આગેવાનો હાજર રહેશે.આ કાર્યક્રમમાં લોકોએ પધારવા માતાજીના સેવક ભીખાભાઈ મકવાણા તથા ભુવાશ્રી કાંતાબેન મકવાણા જણાવ્યુ છે.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર