કોપી કેસમાં પકડાયેલા દસમા ધોરણના ૯ વિદ્યાર્થીઓ પર ૨૦૨૧ સુધી પ્રતિબંધ

1597

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ૯ વિદ્યાર્થીઓ પર ૨૦૨૧ સુધી ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા આપવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ ૯ વિદ્યાર્થીઓમાંથી સાત પરીક્ષામાં મોબાઈલ સાથે પકડાયા હતા જ્યારે બે ડમી સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપી રહ્યા હતા. બોર્ડ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મંગળવારના રોજ ૧૦૩ વિદ્યાર્થીઓને ઈન્ટર્વ્યુ માટે બોલાવવામાં આવ્યા હતા. ૧૦૩માંથી માત્ર ૪૬ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને દરેકને કોપી કેસમાં સજા ફટકારવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તે હવે ૨૦૨૧માં જીજીઝ્રની પરીક્ષા આપી શકશે. તેમનું રિઝલ્ટ પણ કેન્સલ કરી દેવામાં આવ્યું છે.
એક અધિકારીએ જણાવ્યું કે, પરીક્ષામાં ડિજીટલ વૉચ સાથે પકડાયેલા એક વિદ્યાર્થીએ સ્વીકાર્યું કે તેણે તે વૉચની મદદથી કૉપી કરી હતી. તે વિદ્યાર્થી પણ ૨૦૨૧ સુધી પરીક્ષા નહીં આપી શકે. મોબાઈલ સાથે પકડાયેલા અન્ય ૩ વિદ્યાર્થી વિરુદ્ધ સુપરવાઈઝરે કોપી કેસફાઈલ નહોતો કર્યો. બોર્ડે તે સુપરવાઈઝર પાસે પણ ખુલાસો માંગ્યો છે. એક કેસમાં સુપરવાઈઝરે સ્ટુડન્ટને મોબાઈલ પાછો આપી દીધો હતો. બોર્ડ તે સુપરવાઈઝરને બોલાવીને પણ આ બાબતે ખુલાસો માંગશે. બાકીના ૩૭ વિદ્યાર્થીઓમાંથી ૧૯ વિદ્યાર્થીઓના પરિણામ રદ્દ કરી દેવામાં આવ્યા છે અને તે માર્ચ, ૨૦૧૯માં ફરીથી પરીક્ષા આપી શકશે. જ્યારે ૨૬ વિદ્યાર્થીઓને એક વિષયમાં નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓ આ જ વર્ષે જુલાઈમાં રી-ટેસ્ટ આપી શકશે.

Previous articleચેરપર્સન તરીકેનો પદભાર હાઇકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂતિ અભિલાષાકુમારીએ સંભાળ્યો
Next articleગરમીથી પ૦ દિવસમાં ૭પ૩ નાગરિકોને અસર : ૧૪૬ થી વધુને ચકકર આવ્યા