તાજેતરમાં અમદાવાદ ખાતે આપબળે વિસ્તરેલા વિધ વિધ પ્રતિભાવાન કલાકારોને એવોર્ડ અપાયા હતા. જેમાં સુખ્યાત સર્જક-સંચાલક હરદ્વાર ગોસ્વામીને કવિ તરીકેનો ‘આત્મનિર્ભર ગુજરાત ગૌરવ’ એવોર્ડ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના હસ્તે અર્પણ થયો. ગુજરાત સરકાર વતી ધારાસભ્ય હિતુ કનોડિયાએ અભિવાદન કર્યું હતું. મોટી સંખ્યામાં કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. હરદ્વાર ગોસ્વામીએ ૧૦થી વધુ દેશોની સાહિત્યિક સફર કરી છે. ૨૦૦૦થી વધુ સાહિત્યિક કાર્યક્રમો કરી ચુક્યા છે. ૧૦૦થી વધુ સિરિયલ, ફિલ્મનું લેખન કરી ચુક્યા છે. નાની વયે ગુજરાત સરકારનો પ્રતિષ્ઠિત યુવા ગૌરવ પુરસ્કાર અર્પણ થયો હતો. દિલ્હી સાહિત્ય અકાદમી અને યંગ ટેલેન્ટેડ પોએટ (ન્યુ જર્સી, ેં.જી.), છસ્ઝ્રનો બેસ્ટ એન્કર એવોર્ડ, સંસ્કાર ભારતી એવોર્ડ, સરસ્વતી સન્માન, બેસ્ટ કૉલમ રાઈટર એવોર્ડ ઈત્યાદિ સન્માન પ્રાપ્ત થઇ ચુક્યા છે. ભારત સરકારના કલ્ચરલ એમ્બેસેડર તરીકે વિદેશ પ્રવાસ પણ કરી ચુક્યા છે. આકાશવાણી અને દૂરદર્શનના ‘છ’ ગ્રેડના આર્ટીસ્ટ છે. ૨૦થી વધુ પુસ્તકો પ્રગટ થઇ ચુક્યા છે.