સુમોના ચક્રવર્તી છોડી રહી છે ધ કપિલ શર્મા શો?

328

મુંબઈ,તા.૧
ધ કપિલ શર્મા શો ટીવીનો સૌથી ચર્ચિત છે પરંતુ વિવાદિત શો પણ બની ચુક્યો છે. હાલમાં જ એવા સમાચાર મળી રહ્યા છે કે કપિલ શર્માએ કશ્મીર ફાઈલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીને શો પર બોલાવવાની ના પાડી જે પછી સતત વિવાદ થઈ રહ્યો છે. અમુક લોકોએ તો શો બોય કોર્ટ કરવાની પણ માગ કરી છે. સુનીલ કોમેડી નાઈટ્‌સ વિથ કપિલ અને ધ કપિલ શોનો મહત્વનો ભાગ હતા પરંતુ ૨૦૧૭માં તેમનો કપિલ સાથે ઝઘડો થયો. બન્ને ઓસ્ટ્રેલિયાની ટૂર પર ગયા હતા ત્યાંથી પરત ફરતા સમયે કપિલ સુનિલને અપ શબ્દ બોલ્યો અને તેને ચંપલ પણ માર્યું. આ ઘટના પછી સુનીલે કપિલનો શો છોડી દીધો અને પછી ક્યારેય પરત નથી આવ્યો. અલી અસગરનો દાદીનો રોલ ખૂબ પસંદ કરવામાં આવતો. કપિલની બીજી ઈનિંગમાં નાની બનીને પણ લોકોના દિલમાં રાજ કર્યું પરંતુ સુનીલ અને કપિલ વચ્ચે થયેલા ઝઘડાએ અલી અસગરને આ શો થી દૂર કરી દીધા. ધ કપિલ શર્મા શો બંધ થવાની ખબરો વચ્ચે કોમેડિયન સુમોના ચક્રવર્તીના નવા ટીવી શોનો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. આવા સમાચાર છે કે કોમેડિયન સુમોના ચક્રવર્તી ધ કપિલ શર્મા શો છોડી રહી છે. બંગાળ શોના નામથી એક શોનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. જેમાં આ એક્ટ્રેસ જોવા મળી રહી છે જેથી આશંકા છે કે તે આ શો છોડી રહી છે પરંતુ હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. બુઆનો રોલ કરતી ઉપાસનાસિંહે ખૂબ સમય પહેલા શો છોડી દીધો છે. ઉપાસનાસિંહે જણાવ્યું હતું કે મે કપિલ સાથે થોડા સમય કામ કર્યું પણ મારે અવું કામ કરવું છે જેનાથી મને ક્રિએટિવ રોલ અંગે સંતોષ થાય. મારે થોડી મિનિટો માટે કોઈ શો પર નહોતું આવવું. કપિલ અને મારા સારા સંબંધ છે અને મને વિશ્વાસ છે કે તે મારા માટે એવો રોલ લખશે કે જે મને એક્ટર તરીકે સંતોષ આપી શકે. સુનીલ ગ્રોવરે શો છોડ્યા પછી સુગંધાએ શોમાં એન્ટ્રી મારી હતી પરંતુ પછી તેને જણાવ્યું હતું કે, સુનીલ ગ્રોવરના છોડ્યા બાદ શોના ફોર્મેટમાં ઘણા બદલાવ આવ્યા અને અમને ફરી બોલાવવામાં ન આવ્યા. હું ફ્લોની સાથે ચાલી રહી હતી પરંતુ તે પછી શોમાં મારી જર્ની પર બ્રેક લગાવી દેવામાં આવી.

Previous articleઉમરાળાના ચોગઠમાં કોંગ્રેસના પીઢ આગેવાનોએ ભાજપનો ખેસ પહેર્યોર્
Next articleસીએસકેનો બ્રાવો આઇપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો