ગરમીથી પ૦ દિવસમાં ૭પ૩ નાગરિકોને અસર : ૧૪૬ થી વધુને ચકકર આવ્યા

1049

ગરમીની અસરથી સામાન્ય જનના આરોગ્ય સામે પણ ખતરો ઉભો થયો છે.આક્રમક ગરમીના લીધે નાગરિકોની તબિયત લથડી રહી છે. દિવસના ફૂંકાતી ગરમ લૂંના લીધે લોકો ડીહાઇડ્રેશન, છાંતીમાં દુખાવો બેભાન થઇ જવું જેવી શારિરીક તકલીફો અનુભવી રહ્યા છે. ૧૦૮ ઇમરજન્સી સેવા, ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તથા જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, જિલ્લામાં આકરી ગરમીના લીધે ૩૧ ને બી.પી, હાયપરટેન્શન ની તકલીફ થઇ છે.
આ ઉપરાંત ૬૪ વ્યક્તિઓ છાતીના દુખાવાના ભોગ બન્યા છે. ૭ વ્યક્તિને કાન નાક ગળામાંથી લોહી નીકળવાની તકલીફ થઇ છે. ૧૫૪ વ્યક્તિઓ આકરી ગરમીના લીધે બેભાન થઇ ગયા હતાં. જ્યારે ૧૦૨ ને ડીહાઇડ્રેશનની તકલીફ થઇ છે. આ ઉપરાંત ફક્ત ગરમીની અસરથી ઝાડા-ઉલ્ટી થયા હોય તેવા ૭૭ કેસ ધ્યાને આવ્યા છે ઉપરાંત ૧૪૬ વક્તિઓને ગરમીને કારણે ચક્કર આવતા હોવનું પણ નોંધાયું છે જેના કારણે આવા દર્દીઓને સારવાર આપવી પડી છે. દિનપ્રતિદિન ગરમીનો પારો ઊંચો ચઢતો જાય છે. ત્યારે આકરી ગરમીમાં ખુલ્લામા ફરતા શ્રમજીવીઓની હાલત પણ કફોડી બનતી જાય છે. આવી પરિસ્થિતિમાં સખ્ત ગરમીમાં સીધો તડકો નહી લેવા માટે તેમજ ગરમીમાં સુતરાઉ લાંબા અને આંખી બાયના કપડા પહેરવા માટે તબીબોએ સલાહ આપી છે. તેમજ મોઢાથી પ્રવાહી વધુમાં વધુ પ્રમાણમાં લેવું જોઇએ. ગરમીની સહેજ પણ શરીરમાં દેખાય તો ૧૦૮ની મદદ લેવી જોઇએ તેમજ નજીકના દવાખાનાનો સંપર્ક કરવો જોઇએ આવી સિઝનમાં બીનજરૃરી બહાર જવુ ટાળવુ જોઇએ તથા બહારનો ખોરાક પણ નહીં ખાવાની ડોક્ટરોએ સલાહ આપી છે.

Previous articleકોપી કેસમાં પકડાયેલા દસમા ધોરણના ૯ વિદ્યાર્થીઓ પર ૨૦૨૧ સુધી પ્રતિબંધ
Next articleગાંધીનગરમાં બે દિવસથી ૪૪ ડીગ્રી તાપમાન વચ્ચે જનજીવન ખોરવાયુ : રસ્તા સુમસામ