ભાવનગરની સંસ્કાર ભારતી સંસ્થાએ તખ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે નવવર્ષ પ્રતિપદા ઉત્સવની ઉજવણી કરી

202

ભક્તિ સંગીત, ભરત નાટ્યમ, કથક નૃત્ય, લાઈવ પેઇન્ટિંગ, ભુ-અલંકરણનું આયોજન
સંસ્કાર ભારતી ભાવનગર તેમજ મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિના સંયુક્ત ઉપક્રમે નવવર્ષ પ્રતિપદા ઉત્સવ ચૈત્ર સુદ એકમના દિવસે તખ્તેશ્વર મંદિર, ભાવનગર ખાતે સંસ્કાર ભારતી દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ભક્તિ સંગીત, ભરત નાટ્યમ, કથક નૃત્ય, લાઈવ પેઇન્ટિંગ, ભુ-અલંકરણ, આઝાદીના 75મા અમૃત મહોત્સવની ઉજવણી સંદર્ભે આઝાદી વિશે વક્તવ્ય, વગેરેની પ્રસ્તુતિ ભાવનગરના ખ્યાતનામ કલાકારો દ્વારા કરવામાં આવી હતી. તેમજ યોગ અને સૂર્યનમસ્કાર વિવિધ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા હતા.

વહેલી સવારના ખુશનુમા વાતાવરણમાં મહાદેવના સાંનિધ્યમાં આ કાર્યક્રમમાં સંસ્કાર ભારતીના સદસ્યો, ભાવનગર શહેર ભાજપના અધ્યક્ષ રાજીવ ભાઈ પંડ્યા, જાણીતા ઉદ્યોગપતિ બુધાભાઇ પટેલ, પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શિશિરભાઈ ત્રિવેદી, વિવિધ શાળાઓના આચાર્ય, બી.આર.સી, સી.આર.સી, કોર્ડીનેટર, શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન નીતિનભાઈ ત્રિવેદી તેમજ દિલીપભાઈ ત્રિવેદી દ્વારા આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન સમીરભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું છે.

Previous articleઘોઘા ખાતે ગોહિલવાડ રાજપૂત સમાજ દ્વારા બે મહાપુરુષોના ત્યાગ-બલિદાનની પૂજા કરાઈ
Next articleઆદ્ય શક્તિ માઁ અંબા-જગત જનનીના ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ, મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી