આદ્ય શક્તિ માઁ અંબા-જગત જનનીના ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ, મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી

253

ગોહિલવાડમાં નવ દિવસીય ભક્તિની હેલી સાથે સમગ્ર માસ દરમિયાન આદ્યાત્મિક્તાના અવસરો ઉજવાશે
આજથી ચૈત્રી નવરાત્રિ સાથે ભક્તિના અનોખા માસ ચૈત્રનો આજથી આરંભ થતા મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. બેસતાં મહિનાનાં નવ દિવસ ચૈત્રી નવરાત્રીની ઉજવણી સાથે આખો માસ વિવિધ ધાર્મિક સાથે કથા-પારાયણોનું ઠેરઠેર આયોજન કરવામાં આવ્યું છે.

હિંન્દુ શાસ્ત્રોમાં ચાર નવરાત્રિનું મહાત્મ્ય વર્ણવ્યું છે જેમાં આસો માસની નવરાત્રિ બાદ સૌથી મોટી એટલે ચૈત્રી નવરાત્રિ છે જોકે, ચૈત્ર મહિનો એટલે સમગ્ર માસ ભક્તિ-ઉપાસનાનો માસ ગણાય છે. શ્રદ્ધાળુઓ આ માસમાં વિશેષ ઈશ્વરીય ઉપાસનાઓમા લીન રહે છે ત્યારે આ વર્ષે ચૈત્ર માસની લોક ધામધૂમથી ઉજવણી કરશે છેલ્લા બે વર્ષ થી પ્રત્યેક ઉત્સવો-તહેવારોમાં વૈશ્વિક મહામારી “કોરોના” બાધારૂપ બનતી હતી પરંતુ આ વર્ષે ગોહિલવાડ મહામારી મુક્ત બન્યું છે ઉપરાંત હવે નજીકના ભવિષ્યમાં મહામારીનો ખતરો પણ નહિવત છે ત્યારે સહજ-સ્વાભાવિક પણે ઉત્સવ-તહેવારનું ઉજવણી માં લોકોનો ઉત્સાહ બેવડાશે,
ભાવનગર શહેર-જિલ્લામાં ચૈત્ર માસની તૈયારીઓ ના ભાગરૂપે છેલ્લા કેટલાક દિવસોથી મંદિરોમાં સાફસફાઈ રંગરોગાન અને સુશોભિત કરવા માટે ભક્તો મગ્ન જણાયા છે તો બીજી તરફ આ માસમાં ભગવાનની ઉપાસના તથા ભક્તિ વિશેષ રૂપે ફળદાયી હોય શ્રદ્ધાળુઓ સમગ્ર માસ વિવિધ પ્રકારે દેવી-દેવતાઓને રીઝવવા ઉપાસના કરશે શહેરમાં અમાસના દિવસે સવારથી સાંજ સુધી વિવિધ બજારોમાં ખાસ્સી ભીડ જોવા મળી હતી, લોકો પૂજા તથા ધર્મકાર્ય માટે જરૂરી ચિઝ વસ્તુઓની ખરીદી કરતાં નઝરે ચડ્યાં હતાં તો બીજી તરફ જિલ્લામાં આવેલ શક્તિ પીઠ સમાન દૈવી સ્થાનો જેમાં રાજપરા-ખોડિયાર મંદિર, ઉંચા કોટડા ચામુંડા શક્તિ પીઠ, મહુવા ભવાની શક્તિ પીઠ, ભગુડા મોગલધામ સહિતના સ્થળોએ આજથી ત્રીસ દિવસ માઈ ભક્તો નો જબરો ઘસારો રહેશે, આ ઘસારાને પહોંચી વળવા મંદિર પ્રશાસનો-ટ્રસ્ટો દ્વારા આગંતુક શ્રદ્ધાળુઓ માટે દર્શન-પૂજન તથા પ્રસાદ ઉતારા સહિતની આગવી વ્યવસ્થા ઓ ગોઠવી છે બીજી તરફ દેશમાં પણ હાલ કોરોના મહામારી કાબુમાં હોય આથી સેંકડો પરીવારો હિંદુ આસ્થાના પરમ સાનિધ્ય એવાં હરિદ્વાર ખાતે કથા ઓ તથા ગંગા સ્નાન માટે રવાના થઈ ગયા છે અને ભાવનગર શહેર-જિલ્લામાં પણ અનેક સ્થળોએ શ્રીમદ્દ ભાગવત રામાયણ દૈવીભાગવત સહિતની કથાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

Previous articleભાવનગરની સંસ્કાર ભારતી સંસ્થાએ તખ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે નવવર્ષ પ્રતિપદા ઉત્સવની ઉજવણી કરી
Next articleમોંઘવારીના વિરોધમાં શહેર કોંગ્રેસના દેખાવો : મોંઘવારીના પુતળાનું દહન