ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશનને સામાજિક સંસ્થા છે અને સમાજમાં કિડનીના રોગો ન થાય તેની જાગૃતતા માટે અને આર્થિક રીતે નબળા દર્દીઓને મદદરૂપ થવાના હેતુથી ગુજરાત ભરમાં શ્રી ત્રિલોક ભાઈ પરીખ અને જયેશભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં કાર્ય કરી રહી છે ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા કિડનીના જરૂરિયાતમંદ દર્દીઓને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ભાવનગર અને અક્ષય પાત્ર ફાઉન્ડેશન ના સહયોગથી ભાવનગર ખાતે અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું . આ વિતરણમાં સુમિત ભાઈ ઠક્કર તથા મિલનભાઈ દવે , વર્ષાબેન લાલાણી રોહિતભાઈ ભંડેરી સંદીપભાઈ ઉપસ્થિત રહ્યા હતા