અભિનેત્રી મલાઈકા અરોરા ફરી એકવખત ટ્રોલ થઈ

227

મુંબઇ, તા.૨
૪૮ વર્ષીય બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની ફિટનેસ માટે ખૂબ જાણીતી છે. હાલમાં જ્યારે એક્ટ્રેસ મલાઈકા અરોરા સલૂનમાંથી બહાર આવતી કેમેરામાં ક્લિક થઈ ત્યારે સોશિયલ મીડિયામાં ટ્રોલનો શિકાર બની હતી. જેમાં કેટલાંક ટ્રોલર્સે મલાઈકા અરોરાના ડ્રેસિંગ બાબતે કોમેન્ટ્‌સ કરી હતી. એક યૂઝરે કોમેન્ટ કરતા લખ્યું કે ’ગરમીની આ ઋતુમાં મલાઈકા અરોરાને વધારે ગરમી લાગી રહી છે કે શું?’ જ્યારે અન્ય એક યૂઝરે મલાઈકા અરોરાના ડ્રેસિંગ બાબતે કોમેન્ટ કરતા લખ્યું કે ’બિચારીને અત્યાર સુધીમાં કપડાં પણ નસીબ થયા નથી.’ એક અન્ય યૂઝરે તો એવી કોમેન્ટ કરી કે ’રસોડામાં પહેરવાના કપડા પહેરીને બહાર નીકળેલા આ ગરીબ લોકો. અહીં નોંધનીય છે કે બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાએ હાલમાં જ અમેરિકાના ન્યૂયોર્કમાં દીકરા અરહાન ખાન સાથે મુલાકાત કરી હતી. દીકરા અરહાનને મળવાની ખુશી વ્યક્ત કરતા એક્ટ્રેસ મલાઈકા અરોરાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે જેમાં તે દીકરા સાથે ન્યૂયોર્કના રસ્તા પર ફરતી જોવા મળી રહી હતી. માતા મલાઈકા અરોરા અને દીકરા અરહાન ખાને મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટની પણ મુલાકાત લીધી હતી. મલાઈકા અરોરા અને તેના એક્સ-હસબન્ડ અરબાઝ ખાનનો દીકરો છે અરહાન ખાન. અહીં નોંધનીય છે કે મલાઈકા અરોરા અને અરબાઝ ખાનનો દીકરો અરહાન ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ગયો છે. એકનો એક દીકરો વિદેશ જતાં મલાઈકા એકલી પડી ગઈ હતી. અને તેને ખૂબ મિસ કરતી હતી. ૨૦૨૧માં જ્યારે અરહાન મુંબઈ આવી પહોંચ્યો હતો ત્યારે મલાઈકા અને પૂર્વ પતિ અરબાઝ ખાન દીકરાને લેવા માટે સાથે એરપોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. મલાઈકા અને અરબાઝે દીકરાને ભેટીને તેનું સ્વાગત કર્યું હતું. ત્રણેયની આ મુલાકાતની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. દીકરો અરહાન ખાન વિદેશ ગયો ત્યારે મલાઈકા અરોરાએ તેની સાથેની તસવીર શેર કરીને લખ્યું હતું કે ’જે રીતે આપણે બંને એક નવી અને અણધારી સફરની શરૂઆત કરી રહ્યા છીએ તે ડર, ઉત્સાહ, અંતર અને નવા અનુભવથી ભરપૂર છે. હું માત્ર એટલું જ જાણું છું કે મારા અરહાન મને તારા પર ગર્વ છે. આ તારો પાંખો ફેલાવવાનો, ઉડવાનો અને તારા બધા સપનાંને જીવવાનો સમય છે. અત્યારથી જ તને મિસ કરી રહી છું’. જણાવી દઈએ કે, બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા અને એક્ટર અરબાઝ ખાનના લગ્ન ૧૯૯૮માં થયા હતા. ૨૦૦૨માં અરહાનનો જન્મ થયો હતો અને ૧૯ વર્ષના લગ્નજીવન બાદ ૨૦૧૭માં તેઓ અલગ થયા હતા.

Previous articleચાપરડા બ્રમ્હાનંદ વિદ્યાલયમાં વિશાવદર તાલુકાની પ્રા શાળાના બાળકો માટે સ્કાઉટ ગાઈડ તાલીમ કેમ્પ યોજાયો
Next articleપંજાબ સામે કોલકાતાનોે છ વિકેટે આસાન વિજય થયો