ડો બાબા સાહેબ આંબેડકરની વાત આવે ત્યારે આપણે સૌ એમના વ્યક્તિત્વને અમુક સીમિત દાયરામાં કરવાના પ્રયત્ન કરીએ છે કંડારવા ના પ્રયત્ન કરીએ છીએ અથવા તો એક જ ચશ્મા પહેરીને એનું મૂલ્યાંકન કરવાના પ્રયત્ન કરીએ છીએ જે આપણી મોટી ભૂલ છે બાબાસાહેબ આંબેડકર એટલે માત્ર બંધારણના ઘડવૈયા. જે માત્ર દલિતોના લીડર જ નહીં માત્ર મહિલાઓના મુક્તિદાતા જ નહીં એક ઇતિહાસવિદ કે સાહિત્યસર્જક,ભાષાવિદ જ નહીં તે વિશ્વના માનવ સમુદાયના હીત ચિંતક હતા તેઓએ માનવ કલ્યાણની વાત કરી છે અને માનવ કલ્યાણ માટે કઈ દિશામાં કામ કરવું જોઈએ તેનું પ્રોપર આયોજન પણ એમને કર્યું છે અને તેનો રોડમેપ તૈયાર કરી આપણે સૌએ આપ્યો છે. ડો બાબા સાહેબ આંબેડકર સંમગ્ર જીવન ના અલગ અલગ આયમો છે તે શાંતિપૂર્વક સમજીને જીવનમાં ઉતારવાની આવશ્યકતા છે તેમણે આપેલું બંધારણ આપણે અમલ તો કરી રહ્યા છે પરંતુ એમને કરેલા દિશાદર્શન મુજબ સંપૂર્ણ બંધારણ અમલમાં મૂકવામાં આવે તો ભારતના તમામ નાગરિકો જે સ્વપ્ન જોઈ રહ્યા છે વિશ્વ ગુરુ બનવાનું તે ખરા અર્થમાં સાકાર થઈ શકે તેમ છે સમગ્ર વિશ્વ પણ આજે ભારત ઉપર મીટ માંડીને અપેક્ષા રાખીને બેઠું છે આજે સમગ્ર વિશ્વને ભારત ઉપર ખૂબ મોટી આશા અપેક્ષાઓ છે અને એ એટલા માટે છે આઝાદી પછી ભારત દેશ પોતાની સંસ્કૃતિ અને સભ્યતા માંથી પ્રેરણા લઇ પોતાની શક્તિઓને પારખી સમગ્ર ભારતવાસીઓ,અનુકૂળ આવે તે રીતે ભારતનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં તમામ લોકોને સર્વ સમાવેશક કરવામાં આવ્યો છે વિદ્યાર્થીકાળથી જ ડો ભીમરાવ ને અર્થશાસ્ત્રમાં ખૂબ રુચિ હતી, ભારતનું અર્થતંત્ર, તેનો ઇતિહાસ, અને તેના ભૂતકાળ-વર્તમાન-ભવિષ્ય વિશે તેઓ સતત વિચારતા થયા હતા. ડો ભીમરાવ આંબેડકર ધર્મ, નૃવંશશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર સહિતના વિષયોમાં નિષ્ણાત હતા. પરંતુ તેમનાં ભાષણો અને લખાણો પરથી એટલો ખ્યાલ આવે છે કે તેમનો સૌથી મનપસંદ વિષય અર્થતંત્રરહયો હશે. ડો ભીમરાવ આંબેડકર શ્રેષ્ઠ અર્થશાસ્ત્રી તરીકેની પ્રતિભાની ચર્ચા સમગ્ર દુનિયામાં થાય છે. કેમકે ડૉ. આંબેડકર જીવનભર અર્થવ્યવસ્થા વિશે વિચારો કરતા રહ્યા હતા. તેમના આ વિચારોમાંથી જ ભારતીય અર્થતંત્રનુ સ્વરૂપ પણ ઘડાતું રહ્યું હતું ન્યૂ યૉર્કની કૉલંબિયા યુનિવર્સિટીમાં તેમણે ૧૯૧૩માં પ્રવેશ મેળવ્યો હતો. યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર એડવિન સેલિગનેમના પ્રભાવથી તેમણે માસ્ટર્સ ડિગ્રી માટે અર્થશાસ્ત્રનો વિષય પસંદ કર્યો હતો. માસ્ટર્સ ડિગ્રી માટે તેમણે થિસિસ પસંદ કરી તેનું શિર્ષક હતું ’ઍડમિનિસ્ટ્રેશન ઍન્ડ ફાઇનાન્સ ઑફ ધ ઇસ્ટ ઇન્ડિયા કંપની.’ડૉ. આંબેડકરે ૧૭૯૨થી ૧૮૫૮ સુધીના સમયગાળાનો અભ્યાસ કર્યો હતો. આ સમયગાળામાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં પગપેસારો કરી દીધો હતો. તેના કારણે ભારતના વહીવટમાં અને નાણાકીય વ્યવહારો પર શું અસર થઈ તેના વિશે ડૉ. આંબેડકરે અભ્યાસ કર્યો હતો. ડો. બાબા સાહેબ આંબેડકર અંગ્રેજો દ્વારા ભારતને લૂંટવામાં આવ્યું આર્થિક રીતે પાંગળું અને માયકાંગલું બનાવનારી વ્યવસ્થા અને માળખું તૈયાર કર્યું આ નવી વ્યવસ્થામાં ભારતીયોનું શોષણ થઈ રહ્યું હતું. ડૉ. આંબેડકરે હિંમતપૂર્વક લખ્યું કે ભારતમાં ભૌતિક જીવનમાં ફેરફારો થયા, પરંતુ બીજી બાજુ ભારતીયો આર્થિક રીતે બ્રિટિશ શાસનના ગુલામ બની ગયા હતા. ડૉ. બી. આર. આંબેડકરનું પુસ્તક ’ધ પ્રૉબ્લેમ ઑફ રૂપીઝ’ સૌ પ્રથમ લંડનમાં ૧૯૨૩માં પ્રગટ થયું હતું. તે વખતે તેમની ઉંમર માત્ર ૩૨ વર્ષની હતી. તેઓ લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં ડૉક્ટરેટની ડિગ્રી મેળવવા માટે અભ્યાસ કરી રહ્યા હતા. તેના માટે તેમણે ભારતીય રૂપિયાની સ્થિતિ વિશે આ થિસિસ તૈયાર કરી હતી હિલ્ટન યંગની આગેવાનીમાં બ્રિટિશ સરકારે રૉયલ કમિશન ભારત મોકલ્યું હતું. આ પંચના સભ્યો ૧૯૨૫માં ભારતમાં આવ્યા હતા, જેથી ચલણની સમસ્યાનો અભ્યાસ કરીને સરકારને ભલામણો કરે તે દરેક સભ્યોએ ડૉ. આંબેડકરની થિસિસ વાંચી હતી ડૉ. આંબેડકરે વિચાર વ્યક્ત કર્યો હતો કે ચલણને નિયંત્રણમાં રાખવા માટે એક કેન્દ્રીય સત્તાતંત્ર જોઈએ’’આવા જ વિચારો અન્ય કેટલાક સભ્યોએ પણ વ્યક્ત કર્યા હતા અને તેના કારણે કેન્દ્રીય બૅન્કની સ્થાપનાની વાત મહત્ત્વની બની હતી. તેથી જુલાઈ ૧૯૨૬માં પંચે પોતાનો આખરી અહેવાલ આપ્યો ત્યારે ભલામણ કરી કે ’રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા’ની સ્થાપના કરવી જોઈએ અને આ બૅન્કને ચલણ રજૂ કરવા, હૂંડિયામણનો દર નક્કી કરવા અને સરકારના બૅન્કર બનવા માટેના અધિકારો આપવા જોઈએ. યંગ કમિશનની ભલામણોનો સ્વીકાર કર્યા પછી બ્રિટિશ સરકારે ૧૯૨૭માં રિઝર્વ બૅન્ક બિલ રજૂ કર્યું હતું.
૧૯૨૮માં સુધારા સાથે ખરડાને ફરી રજૂ કરાયો હતો, પણ વિવાદોને કારણે તેને કાયદો બનાવી શકાય તેમ નહોતો.૧૯૩૦માં પ્રથમ ગોળમેજી પરિષદ યોજાઈ હતી, જેમાં રાજકીય સુધારા અને અધિકારો વિશે ચર્ચાઓ થઈ હતી. તેમાં આર્થિક અધિકારો પણ એટલા જ અગત્યના છે અને તેથી કેન્દ્રીય બૅન્કની સ્થાપના જરૂરી છે એવી રજૂઆતો થઈ હતીતે પછી ફરી ૧૯૩૩માં ’રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા બિલ’ રજૂ થયું અને તે પસાર થયું તે પછી ૬ માર્ચ ૧૯૩૪માં તેના પર ગવર્નર જરનલે સહી કરી હતી. કાયદો તૈયાર થઈ ગયા પછી તેના આધારે ૧ એપ્રિલ ૧૯૩૫માં ભારતીય રિઝર્વ બૅન્કની સ્થાપના થઈ હતી આમ રિઝર્વ બેન્કની સ્થાપનામાં ડો. બી આર આંબેડકર ખૂબ જ મહત્વનું યોગદાન રહ્યું છે પ્રખર અર્થશાસ્ત્રીઓએ તે વાતને સ્વીકારી છે ડો બી આર આંબેડકર એક પ્રખર અર્થશાસ્ત્રી હતા તેઓએ રાષ્ટ્રના વિકાસ માટે ભારતીય સંસાધનોને ધ્યાનમાં રાખી રાષ્ટ્રના વિકાસનું વિશિષ્ટ અર્થશાસ્ત્ર તૈયાર કરેલ.
– ડો.જીતેશ એ.સાંખટ
Home Vanchan Vishesh ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપના અને ડો. બાબા સાહેબ આંબેડકર (પ્રેરણાસ્ત્રોત ઇતિહાસ )