તાજેતરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ભાવનગરનાં પનોતા પુત્ર અને ગુજરાતનાં કોંગ્રેસ પક્ષનાં અગ્રણી નેતા શક્તિસિંહ ગોહિલની ઓલ ઈન્ડિયા કોંગ્રેસ પક્ષ દ્વારા રાષ્ટ્રીય મહામંત્રી તેમજ બિહાર રાજ્યનાં પ્રભારી મંત્રી અને પ્રવકતા તરીકે વિશિષ્ટ જવાબદારી સોંપાતા તેમનો ભાવનગર ખાતે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.
જેમાં બાંભણીયા બ્લડ બેંક સંસ્થાનાં ચેરમેન પ્રભુભાઈ બાંભણીયા દ્વારા ફુલહાર અને સ્મૃતિચિન્હ અર્પણ કરી અભિનંદન પાઠવ્યા હતા.
સાથોસાથ રંગોલી રીસોર્ટનાં અનિરૂધ્ધસિંહ ગોહિલની જુનાગઢ જિલ્લાનાં ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કરતાં બંનેને શુભેચ્છા પાઠવેલ.