પ્રાર્થના સમાજની સ્થાપના અને પ્રવૃત્તિ (પ્રેરણાસ્ત્રોત ઇતિહાસ )

292

પ્રાર્થના સમાજની સ્થાપના બ્રહ્મોસમાજની પ્રેરણા થઇ હતી પરંતુ પ્રાર્થના સમાજની પુરોગામી બે સંસ્થાઓ માનવધર્મ સભા અને પરમહંસ સભા આ બંને સભાઓ બ્રહ્મોસમાજના વિચારોથી પ્રભાવિત થયેલ હતી ૧૮૪૩માં સુરત મુકામે માનવધર્મ સભાની સ્થાપના કરવામાં આવી જ્યારે ૧૮૪૯ મુંબઈ મુકામે પરમહંસ સભા ની સ્થાપના કરવામાં આવી પરંતુ તેમાં ધાર્મિક અને સામાજિક સુધારણા માટેનું સ્પષ્ટ ખ્યાલ ન હતો પરમહંસ સભા ના વિસર્જન પછી સુધારકોએ એક જાહેર ધાર્મિક સંસ્થા સ્થાપવાનું વિચારી રહ્યા હતા.ત્યારે કેશવચંદ્ર સેન પ્રથમ મુલાકાતે પ્રેરણા આપી નવી સંસ્થાની સ્થાપના કરવાના હેતુસર પ્રયોજકો એ ૩૦મી ડિસેમ્બર ૧૮૬૬માં ડો. આત્મારામ પાંડુરંગ ના નિવાસ્થાને ભેગા થયા અને બીજી બેઠકમાં સામાજિક અને ધાર્મિક સમસ્યાઓની ચર્ચાઓ થઈ અને અંતે ૩૧મી માર્ચ ૧૮૬૭માં પ્રાથના સમાજની સ્થાપના મુબઇ મુકામે કરવામાં આવી. પ્રાર્થનાસમાજના સ્થાપક ડૉ. આત્મારામ પાંડુરંગ હતા. રામકૃષ્ણ ગોપાલ ભાંડારકર, મહાદેવ ગોવિંદ રાનડે અને નારાયણ ચંદાવરકર જેવા મુખ્ય નેતાઓ સંસ્થાને પ્રેરકબળ આપ્યું. પ્રાર્થના સમાજના આગેવાનોએ હિન્દુ સમાજમાં ઘર કરી ગયેલા નૈતિક અને સામાજિક દુષણો સામે લડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો ખાસ કરીને તેમણે જાતિપ્રથાનો નાશ, બાલલગ્ન પ્રથાની નાબુદી, દલિત વર્ગોની ઉન્નતિ અને સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન આપવા બાબતો પર ધ્યાન આપ્યું હતું. પોતાના આ હેતુને સાકાર કરવા માટે તેમણે સમાજ સુધારણા આંદોલનની શરૂઆત કરી હતી. એ રીતે પ્રાર્થના સમાજના નેતાઓ ભારતીય પ્રજાની ઉન્નતિ માટે શરૂ કરવામાં આવેલી ચળવળના પ્રણેતા હતા પ્રાર્થનાસમાજના સભ્યો હિંદુ ધર્મ અને તેની કુપ્રથાઓેને સુધારવાના હિમાયતી હતા, પરંતુ તેઓ ભારતની પ્રાચીન પરંપરાને છોડી દેવાના પક્ષમાં નહોતા. પ્રાર્થનાસમાજે મહારાષ્ટ્રમાં ઘણી સફળતા મેળવી. તેનું મુખ્ય શ્રેય ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડેને ફાળે જાય છે. તેઓ પ્રાર્થનાસમાજ દ્વારા હિંદુ ધર્મ અને સમાજનું વાસ્તવિક સ્વરૂપ લોકો સમક્ષ રજૂ કરવાના હિમાયતી હતા પ્રાર્થના સમાજ એ સમાજ સુધારણા માટે શિક્ષણ પર વધારે ભાર મૂક્યો હતો તેઓ એવું માનતા હતા શિક્ષણ દ્વારા સમાજમાં આમૂલ પરિવર્તન લાવી શકાય પ્રાર્થના સમાજ ના પૂજનીયશ્રી ભીખુભા લક્ષ્મણ ચવાણે ૧૮૭૬ દેશભરમાં સૌ પ્રથમ રાત્રિ શાળા ની સ્થાપના મુંબઈ માંકરી હતી તેમનો હેતુ કામ કરતાં અને મજૂરી કરતાં લોકોમાં શિક્ષણનો ફેલાવો કરવાનો હતો પ્રાર્થના સમાજે સમય જતા આવી અનેક રાત્રી શાળાઓ શરૂ કરી હતી બધા જ વર્ગના અને બધી જ જાતિના લોકોને તેમાં પ્રવેશ આપવામાં આવતો હતો વિદ્યાર્થીઓ તરીકે પટાવાળા ટપાલી ડ્રાઇવર અને કારખાનાના મજૂરો દરજી કામ કરતાં લોકો કુલી કામ કરતા લોકો પ્રવેશ આપીને ભણાવવામાં આવતા હતા સર ડબલ્યુ વેડરબને બને જુદી જુદી જ્ઞાતિ અને જુદા જુદા વર્ગના વિદ્યાર્થીઓને એકસાથે બેસીને સો શિક્ષણ લેતા જોઇને આનંદ વ્યક્ત કર્યો હતો આમ પ્રાર્થના સમાજે મુંબઈ ની અંદર અનેક પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનું સફળ સંચાલન કરી રહી હતી પ્રાર્થના સમાજ એ દલિત સમાજની સમસ્યાઓ ને પહેલેથી ટેકો આપ્યો હતો પ્રાર્થના સમાજ ના વિઠ્ઠલ રામજી શિંદે એદલિત વર્ગોની સંસ્થાઓ સ્થાપી હતી તેમજ અસ્પૃશ્યતાની સમસ્યાને હલ કરવા માટે કાર્યો કરવામાં આવ્યા હતા દલિત વર્ગોમાં શિક્ષણની શરૂઆત કરી તેમની રોજગાર મળે તે માટે પ્રયત્ન કર્યા તેમની સામાજિક અસમર્થતા દૂર કરવાનો પ્રયત્ન કર્યો તેવી જ રીતે મહાન માનવતા પ્રેમી પરોપકારી અને પ્રાર્થના સમાજ ના આગેવાન ઉમિયાશંકર લાભ શંકરે પંઢરપુરમાં ૧૮૭૫માં તરછોડાયેલા બાળકોના ઘરની અને ૧૮૭૮માં અનાથ આશ્રમની સ્થાપના કરી હતી આ સંસ્થાનું સંચાલન તે પછી પ્રાર્થના સમાજ ના હાથમાં આવ્યું હતું આવી સંસ્થાઓએ અનેક બાળકો અને સ્ત્રીઓને નવું જીવન આપ્યું હતું ૧૮૭૬-૭૭માં ભયંકર દુષ્કાળના સમયે પ્રાર્થના સમાજના સભ્યોએ અસરગ્રસ્ત લોકોને મદદ પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું હતું સુબોધ પત્રિકા જે મુંબઈ પ્રાર્થના સમાજનું અંગ હતું તેનું પ્રકાશન ૪થી મે ૧૮૭૩ થી શરૂ કરવામાં આવ્યું હતું શરૂઆતથી જ આ પત્રિકા ઈશ્વર એક છે વિચારસરણીને લોકપ્રિય બનાવતી રહી હતી આ પત્રિકા પ્રાર્થના સમાજ ના સિદ્ધાંતો નો પ્રચાર અને પ્રસાર કરતી હતી આ ધાર્મિક ‘સુબોધપત્રિકા’ માં સમાજસુધારાને લગતા અનેક લેખો પ્રગટ થતા હતા. પ્રાર્થનાસમાજની શાખાઓ પુણે ૧૮૭૦, અમદાવાદ ૧૮૭૧, અહમદનગર ૧૮૭૪ , સતારા ૧૮૮૬ વગેરે સ્થળોએ સ્થાપવામાં આવી હતી. અને આ સક્રિય કામ કરતી સંસ્થાઓ હતી પ્રાર્થનાસમાજનો પ્રભાવ માત્ર બુદ્ધિશાળી વર્ગ પૂરતો મર્યાદિત રહ્યો હતો. તેની પ્રવૃત્તિઓમાં સાપ્તાહિક પ્રાર્થના, સંગત સભા, વાર્ષિક દિનની ઉજવણી અને સુબોધપત્રિકાના પ્રકાશનનો સમાવેશ થતો હતો. પ્રાર્થનાસમાજે ૧૯મીસદીના ઉત્તરાર્ધ અને ૨૦મી સદીના પ્રથમ ચરણમાં મહારાષ્ટ્રમાં હિંદુ સમાજમાં જાગૃતિ લાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. ગુજરાતમાં પ્રાર્થનાસમાજની સ્થાપના અમદાવાદમાં તા. ૧૭-૧૨-૧૮૭૧ ના રોજ ભોળાનાથ સારાભાઈ કરી અને તેઓ એના પહેલા પ્રમુખ થયા. આ પ્રવૃત્તિમાં તેમને રણછોડલાલ છોટાલાલ અને મહીપતરામ રૂપરામ જેવા સુધારકો પણ જોડાયા. પ્રાર્થનાસમાજનું સ્વતંત્ર મકાન ૧૮૭૬માં બંધાયું. ભોળાનાથે સુરત, ખેડા, પેટલાદ, માતર, ભરૂચ વગેરે સ્થળોએ એની શાખાઓ સ્થાપી. તેમના પછી મહીપતરામ રૂપરામ પ્રમુખ થયા. તેમણે ‘જ્ઞાનસુધા’ નામનું ચોપાનિયું શરૂ કર્યું, જે શરૂઆતમાં સાપ્તાહિક અને પાછળથી માસિક બન્યું. હવે વડોદરા, સોજિત્રા તેમજ અંકલેશ્વરમાં પણ પ્રાર્થનાસમાજની પ્રવૃત્તિઓ મર્યાદિત પ્રમાણમાં વિસ્તરી. મહીપતરામના અવસાન પછી તેમના પુત્ર સુધારક રમણભાઈ નીલકંઠ આ પ્રવૃત્તિને આગળ ધપાવી તેમણે ‘જ્ઞાનસુધા’ દ્વારા વિધવાવિવાહને પ્રોત્સાહન અને જ્ઞાતિભેદ દૂર કરવા જેવી સુધારાત્મક અને એકેશ્વરવાદની સમજ ફેલાવતા લેખો લખવા માંડ્યા. હમ પ્રાર્થના સમાજે હિન્દુ સમાજમાં ઘર કરી ગયેલી અનેક રૂઢિઓને દૂર કરવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી પ્રાર્થના સમાજ શરૂઆતથી જ સત્યમેવ જયતે સત્યનો વિજય થાય છે નો મુદ્રાલેખ અપનાવ્યો હતો જે આજે સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક ભારતનો મુદ્રાલેખ બન્યો છે

– ડો.જીતેશ એ.સાંખટ

Previous articleશિહોર ના પાંચ તલાવડા ગામે લાકડાના કચરા માં વિકરાળ આગ
Next articleરાજુ રદીને પરણાવવા સ્વયંવહુ યોજવાની તૈયારી!!!