રાજુ રદીને પરણાવવા સ્વયંવહુ યોજવાની તૈયારી!!!

217

“ગિરધરભાઇ. તમને મફતના ભાવે લગ્ન થાય એની માહિતી છે?” રાજુએ સવાલ પૂછ્યો.
“ રાજુ. કોને લગ્ન કરવું છે?” મેં પૂછયું.
“ગિરધરભાઇ. કોને એટલે મારે?” રાજુએ ગુસ્સો કરતા કહ્યું.
“રાજુ .તારે મફતના ભાવે લગ્ન કરવા માટે પાસપોર્ટ વિઝા કઢાવવા પડશે. બુલ્ગેરિયાના ક્લાઇડઝિ સમુદાય દ્વારા ભરાવવામાં આવે છે. સમુદાયના સિવાય કોઈ બહારની વ્યક્તિ દુલ્હન ખરીદી શકે નહિ. બજારમાં એવાજ પરિવાર હોય છે કે જે પોતાની દીકરીના લગ્ન કરવાની શક્તિ ધરાવતા ન હોય. બજારમાં છોકરીઓ એકલી નથી આવતી. તેની સાથે પરિવાર કોઈને કોઈ સભ્ય જરૂર હોય છે. આ જગ્યા પર દર વર્ષે ચાર વાર દૂલ્હનોનું બજાર ભરાય છે. અહીંયા આવીને વર પોતાની પસંદની દુલ્હન ખરીદીને પોતાની પત્ની બનાવી શકે છે. તમને જણાવી દઈએ કે આ મેળા એવા ગરીબ પરિવાર દ્વાર લગાવવામાં આવે છે, જેમની આર્થિક સ્થિતિ એવી નથી કે તે પોતાની દીકરીના લગ્નનો ખર્ચ ઉઠાવી શકે.આ બજારમાં છોકરીઓને દુલ્હનના કપડાંમાં સજાવીને લઈ જાય છે.
વેચવા વાળી દુલ્હનોમાં લગભગ દરેક ઉંમરની છોકરી – મહિલા ભાગ લઇ શકે છે. અને અહિયાં દુલ્હન ખરીદવા માટે હંમેશા છોકરાની સાથે તેના પરિવારનાં સભ્યો પણ આવે છે. છોકરો પહેલા પોતાની પસંદની છોકરી નક્કી કરે છે, ત્યારબાદ તેમને વાત ચિત કરવાનો સમય આપવામાં આવે છે.છોકરી પસંદ આવવા પર છોકરો તેને પોતાની પત્ની તરીકે સ્વીકાર કરી લે છે, અને છોકરીના પરિવાર વાળાને નક્કી કરેલ રકમ આપવામાં આવે છે. દુલ્હન ખરીદવાનું ચલણ અહીંયા ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. અહિયાં આ બાબતે કોઈ કાનૂની રોક ટોક પણ નથી.”
“મારી પાસે રેશનકાર્ડ નથી તો પાસપોર્ટ કયાંથી હોય?” રાજુ નિરાશ થઇ બોલ્યો.
“ રાજુ. બલ્ગ્રેરિયા ન પોસાય તો ગોળ ગધેડોનો મેળો છે.”
“ગિરધરભાઇ. શું કહ્યું? ગધેડો ગોળ?”
કેમ અલ્યા ગધેડા જેવી વાત કરે છે? ગધેડા ગોળ ન હોઇ શકે??”મેં રાજુને તતડાવ્યો.
“રાજુ. આ ભગોરિયા હાટબજાર માં મધ્યપ્રદેશના ઇન્દોરના આદિવાસી વિસ્તારો ધાર, ઝાબુઆ અને ખારગોનમાં ભાગોરિયા મેળા ખૂબ ધૂમધામ સાથે ઉજવવામાં આવે છે અને અહીંયા યુવક યુવતીઓ ભેગા થાય છે અને તેમજ આ યુવક-યુવતીઓ તેમના જીવનસાથીની શોધ માટે આવે છે અને તેમજ જેમાં પરસ્પર સંમતિ વ્યક્ત કરવાની રીત પણ ખૂબ જ અનોખી છે તેવું કહેવામા આવી રહ્યું છે અને લોકો અહીંયા ઘણા પ્રમાણમાં ભેગા થાય છે. આ મેળામાં સૌ પ્રથમ છોકરો છોકરીને પાન ખાવા માટે આપે છે અને ત્યારબાદ જો છોકરી પાન ખાય છે તો તે હા માનવામાં આવે છે અને ત્યારબાદ કહેવાય છે કે તે છોકરો અને છોકરી ભાગોરિયા હાટથી ભાગી જાય છે અને તેમજ બંને લગ્ન કરી લેતા હોય છે. મેળામાં પણ બીજો એક રિવાજ રીતે છોકરા અને છોકરીઓના લગ્ન કરવામાં આવે છે અને આમ જ કહેવામા આવી રહ્યું છે કે આપણે ગુલાલ એટલે કે રંગ નો ઉપયોગ હોળીના દિવસે જ કરવામાં આવે છે પણ અહીંયા કંઈક અલગ જ જોવા મળ્યું છે અને કહેવામા આવ્યું છે કે આ મેળામાં બીજો એક રસ્તો એ છે કે જો છોકરો અને છોકરી ગાલ પર ગુલાબી રંગ લગાવે છે અને તેના જવાબમાં છોકરી પણ છોકરાના ગાલ પર ગુલાબી રંગ લગાવે છે તો ત્યારબાદ માનવામાં આવે છે કે તે સંબંધ નિશ્ચિત માનવામાં આવે છે.” મેં રાજુને કહ્યું.“ ગિરધરભાઇ . મેં સાંભળ્યું છે કે દસ રૂપિયામાં બહેનપણી એટલે ગર્લફ્રેંન્ડ મળે છે?જેમ સુથારનું ચિત બાવળિયે હોય તેમ રાજુનું ચિત રૂપરમણી પર હોય.
“રાજુ. ચાઇનાના ગુઆન્ડોંગ પ્રાંતમાં, કોઈ પણ છોકરો ૧૦ રૂપિયા ખર્ચ કરી ૨૦ મિનિટ માટે ગર્લફ્રેન્ડ ભાડે મળે છે.તમે આ સમાચારથી નવાઈ પામ્યા હસો, પણ એવી એક જગ્યા છે જ્યાં છોકરાઓ સુંદર ગર્લફ્રેન્ડને શોધી શકે છે. જો જરૂર છે તો માત્ર ૧૦ રૂપિયા ચૂકવવા. હકીકત એ છે કે આ સમાચાર ભારતના પડોશી દેશ ચીન થી આવ્યો છે. દક્ષિણ ચીનમાં પ્રસિદ્ધ શોપિંગ કોમ્પ્લેક્સમાં એક સુંદર દૃશ્ય જોવા મળે છે.
કેટલીક સુંદર છોકરીઓ સરસ ડ્રેસ અને મેકઅપ સાથે એક દુકાનમાં ડિસ્પ્લે માં બેસાડેલી હોય છે. છોકરા તેમની પસંદગીની કોઈ પણ છોકરીને પસંદ કરીને આ છોકરીઓ ને તેની ગર્લફ્રેન્ડને બનાવી શકે છે. કન્યાઓ ૨૦ મિનિટ માટે તેમની ગર્લફ્રેન્ડ બની રહેશે અને દુકાન પર માત્ર ૧૦ રૂપિયા ભરવાના.તમારી પસંદગીના ગર્લફ્રેન્ડને પસંદ કર્યા પછી, છોકરાઓને ક્યુઆર કોડ આપવામાં આવશે, જે તેમને છોકરીના ફોનમાં સ્કેન કરવાનો હોય છે. કોડ સ્કેન કર્યા પછી, છોકરી આગામી ૨૦ મિનિટ માટે તેની ગર્લફ્રેન્ડ બનશે.તેઓ મોલમાં ગમે ત્યાં ફેરવી શકે છે. જો છોકરો ૨૦ મિનિટના અંત પહેલા ૧૦ રૂ. પાછા આપી દે તો સમય વધારી શકે છે. પરંતુ છોકરીને મૉલમાંથી બહાર લઈ જવાની કોઈ પરવાનગી નથી.ફક્ત ૧૦ રૂપિયામાં મળે છે ગર્લફ્રેંડ,ચીનમાં એક ખાસ પ્રકારનો મોલ આવેલો છે. જ્યાં ખુબજ સુંદર મોડલ ને રાખવામાં આવે છે. આ મોલ ચીન ના ગુઆંડોંગમાં આવેલ છે અને તે મોલનું નામ ધ વાઇરેલીટી સીટી ઓફ હ્યુઆન મોલ છે.
અહિયાં જે મોડલ ને રાખવામાં આવે છે કોઈ અપ્સરાથી કમ નથી હોતી. જે કોઈને પોતાના જીવન માં માં ખાલીપણું લાગે એ એમાંથી કોઈપણ છોકરી ને પોતાની ગર્લફ્રેન્ડ બનાવી શકે છે અને તે પણ ફક્ત ૧૦ રૂપિયા ચૂકવી ને. અહીં પુરુષો આવીને તેની મનપસંદ ગર્લફ્રેંડ પસંદ કરે છે અને ૧૦ રૂપિયા માં ૨૦ મિનિટ માટે તેને લઈ જાય છે. જો વિસ મિનિટ થી વધારે તેની સાથે સમય વિતાવવા હોય તો તેને વધારે પૈસા ચુકવવા પડે છે.આ મોલમાં પુરુષ તેમાંથી કોઈ પણ મહિલા ને ગર્લફ્રેંડ બનાવી ને લઈ જઈ શકે છે પણ તેની પહેલા તેને તેની શરતો માનવી પડે છે. પુરુષ તેને ૧૦ રૂપિયા માં ગર્લફ્રેંડ બનાવીને તેને એજ મોલ ફેરવવાની હોય છે. એટલુંજ નહીં પણ તમે એ શોપિંગ કરાવી શકો છો, મોડલ ને ફેરવી શકો છો પણ એની મરજી વિના તમે તેને અડકી શકતા નથી.” મેં રાજુને વિગતવાર યોજના સમજાવી.“ રાજુ જુના જમાનામાં રાજકુમારી સ્વયંવર યોજીને જીવનસાથી પસંદ કરતી હતી. તારી કુંવારપ કે વાંઢાપણુ લગ્નની વેદી પર કુરબાન કરવા સ્વયંવહુનું આયોજન કર. એમાત્ર આવેલી રાંડેલી , માંડેલી, છાંડેલી,છટકેલી, અટકેલી, ભટકેલી વીસથી સિતેર વરસની વિશાળ રેન્જમાંથી જીવનસાથી પસંદ કરજે!!!!”મેં કહ્યું. રાજુ સ્વયંવહુની મધુર કલ્પના આકાશમાં ઉડયન કરવા લાગ્યો.
અમે રાજુની લીલ પરણાવવા તૈયાર છીએ!!!!!
– ભરત વૈષ્ણવ

Previous articleપ્રાર્થના સમાજની સ્થાપના અને પ્રવૃત્તિ (પ્રેરણાસ્ત્રોત ઇતિહાસ )
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે