માર્ચમાં દેશમાં ગરમીએ ૧૨૧ વર્ષનો રેકોર્ડ તોડ્યો

196

ગુજરાતમાં એપ્રિલ-મે કાઢવા ભારે આકરા બની રહેશે
નવીદિલ્હી,તા.૩
ભારતમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ગરમી જોવા મળી રહી છે. ૧૯૦૧ બાદ પ્રથમ વખત માર્ચ મહિનામાં દેશના અનેક શહેરોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર પહોંચ્યો છે.આઇએમડીએ લોકોને એલર્ટ કર્યાં છે કે, દેશના ૯ રાજ્યોમાં હીટ વેવની સંભાવના છે. માર્ચ ૧૯૦૧માં સરેરાશ તાપમાન ૩૨.૫ સેલ્સિયસ હતું. પરંતુ આ વર્ષે માર્ચમાં સૌથી વધુ તાપમાન ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં નોંધાયું હતું. જેમાં રાજધાની દિલ્હીમાં સરેરાશ તાપમાન ૩૬.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તો ગુજરાતમાં તાપમાનનો પારો ૪૦ ડિર્ગીની આસપાસ પહોંચી ગયો છે. એટલું જ નહીં પણ એપ્રિલમાં પણ અગવર્ષા યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.
આગામી થોડા દિવસોમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પૂર્વ યુપી, છત્તીસગઢ, હરિયાણા, દિલ્હી, ગુજરાત, ઝારખંડ અને વિદર્ભ પ્રદેશમાં હીટવેવ આવી શકે છે. રાજધાની દિલ્હીમાં ૪ થી ૮ એપ્રિલની વચ્ચે તાપમાન ૪૦ થી ૪૧ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે. ૈંસ્ડ્ઢ એ ૯ રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યુ છે. સાથે જ લોકોને સાવચેતી રાખવા જણાવ્યુ છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં ગરમીની આગાહી કરવામાં આવી છે અને ઉનાળાના આરંભથી જ ૪૦ ડિગ્રી જેવી ગરમી વરસવા લાગી છે. સૂર્ય રીતસરના આગના ગોળા વરસાવી રહ્યો હોય તેવી સ્થિતિ છે. ગુજરાતના લગભગ દરેક શહેરોમાં ગરમી પ્રસરી ગઈ છે.
ગુજરાતમાં બે વર્ષ પછી એસી-કૂલરની માંગમાં વધારો થયો
કાળઝાળ ગરમીના લીધે લોકો પરેસેવે રેબઝેબ થઈ રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ જેવા શહેરોમાં આકરી ગરમી સહન કરવી પડી રહી છે. આવામાં કૂલર અને એરકન્ડિશનરની માંગમાં વધારો થઈ રહ્યો છે. પહેલા આ વસ્તુઓને લક્ઝરી મનાતી હતી એટલે કે આર્થિક રીતે સદ્ધર પરિવારો દ્વારા જ તેનો ઉપયોગ કરાતો હતો, જોકે હવે આકરી ગરમી સામે રક્ષણ મેળવવા માટે પણ તે વસાવવું જરુરી બનતું જઈ રહ્યું છે. આકરી ગરમી વધી રહી છે અને મોંઘવારી પણ વધી છે છતાં લોકો એસી અને કૂલરની ખરીદી કરી રહ્યા છે. ઈલેક્ટ્રોનિક ડિલર અને હોમ એપલાયન્સિસના મેન્યુફ્રેક્ચરર્સ જણાવે છે કે, આ વર્ષે એર કન્ડિશનર અને કૂલની માંગમાં ૨૦%નો ઉછાળો આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. વર્ષ ૨૦૨૨માં એસી અને કૂલરના વેચાણના જૂના રેકોર્ડ તૂટી જશે તેમ માનવામાં આવી રહ્યું છે. ૨૦૧૯થી લગભગ ૨૦% જેટલો માંગમાં ઉછાળો નોંધાય છે. કૂલ બનાવતી કંપનીના ડિરેક્ટર નૃપેશ શાહ કહે છે કે, શરુઆતના ટ્રેન્ડ પોઝિટિવ છે, અને કોરોના મહામારીના લીધે થયેલું નુકસાન સરભર થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. ગુજરાતમાં ૨૦૧૯માં લગભગ ૨ લાખ એર કૂલરની માંગ થઈ હતી અને અમારું માનવું છે કે આ વર્ષે તેમાં ૨૦%નો વધારો નોંધાશે. લોકડાઉન અને લોકોની અવરજવર પર પ્રતિબંધ લાગી જવાના કારણે રિટેલ ધંધા પર તેની અસર પડી હતી. કન્ઝ્‌યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડના સ્થાનિક અધ્યક્ષ નિખિલ સુતરિયા જણાવે છે કે, “ભારતમાં એર કન્ડિશનર દર પાંચ વર્ષે એર કન્ડિશનરના વેચાણમાં બમણો વધારો થાય છે. વર્ષ ૨૦૧૯માં લગભગ ૫ લાખ યુનિટ ગુજરાતભરમાં વેચાયા હતા, પાછલા બે વર્ષથી કોરોનાના કારણે ધંધા પર અસર પડી છે. જોકે, વર્ષ ૨૦૨૨માં જાન્યુઆરીથી માર્ચ સુધીમાં માંગમાં ૩૦%નો વધારો થયો છે, જેના પરથી મનાય છે કે ૨૦૧૯માં જે વેચાણ થયું તેના કરતા ૨૦૨૨માં સારું વેચાણ થશે. ગુજરાતમાં ચાલુ વર્ષમાં ૫ લાખ એસી વેચાય તેવી શક્યતા છે જેમાંથી ૨.૪ લાખ લગભગ વેચાઈ ગયા છે.” આ વેપાર સાથે સંકળાયેલા લોકોએ જોયું કે ભાવમાં વધારાની અસર દેખાઈ રહી નથી. અમદાવાદ ઈલેક્ટ્રોનિક્સ ડિલર્સ એસોસિએશનના અધ્યક્ષ જણાવે છે કે, ભાવમાં ૨૦%નો વધારો થયો છે તેમ છતાં માંગમાં ઉછાળો આવ્યો છે. માર્ચ મહિનામાં જબરજસ્ત માંગ જોવા મળી હતી, આ પરથી માનવામાં આવે છે કે અમદાવાદમાં આ વર્ષે પહેલીવાર ૧ લાખ જેટલા એસી યુનિટ્‌સ વેચાશે. અમદાવાદમાં ૭૦,૦૦૦ જેટલા એર કન્ડિશનર વેચાઈ ગયા છે, આર્થિક સુધારો આવતા અગાઉના ઉનાળા કરતા માંગમાં ઉછાળો થયાનું દેખાઈ રહ્યું છે. વર્ષો વિતિ રહ્યા છે તેમ ઈન્વર્ટર એસીનું માર્કેટ ઊંચું જઈ રહ્યું છે, જે આ વર્ષે પણ જોવા મળી રહ્યું છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleઓસ્ટ્રેલિયાએ આઇસીસી મહિલા વર્લ્ડકપ ૨૦૨૨નો ખિતાબ જીત્યો