રાત્રિના અઢી વાગ્યે લાગેલી આગ 11 કલાકની જહેમત બાદ કાબુમાં આવી
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સણોસરા ગામ નજીકના પાંચ તલાવડા ખાતે આવેલા ભાવનગર બાયોમાસ પાવર પ્લાન્ટમા મોડી રાત્રે કચરા તથા લાકડાના જથ્થામા આગ લાગી હતી. જેની જાણ કરાતા તાત્કાલિક સિહોર ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. 11 કલાકની મહામહેનતે આગ કાબુમાં આવી હતી.
ભાવનગર જિલ્લાના સિહોરના પાંચતલાવડા ગામે પાવર પ્લાન્ટમાં ભીષણ આગ લાગી હતી. પ્લાન્ટમાં રહેલા લાકડાના કચરામાં વિકરાળ આગ ફેલાતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનાવની જાણ થતા જ સિહોર ફાયરનો સ્ટાફ બે ગાડી સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ બુઝાવવાની કામગીરી ચાલુ કરી હતી. જોકે, ત્યારબાદ 5 ગાડીઓ બોલાવી 11 કલાકની ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.