દિવ્યાંકી હડિયાની કોલકતા બ્લાસ્ટરમાં અને એકતા ચૌહાણની પંજાબ બર્ડસની ટીમમાં સીલેક્શન
ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓની વુમન ક્રિકેટ લીગમાં પસંદગી થઈ છે. દિવ્યાંકી હડિયા અને એકતા ચૌહાણ નામની વિદ્યાર્થિનીઓની વુમન ક્રિકેટ લીગમાં પસંદગી કરવામાં આવી છે. IPL ફોર્મેટ મુજબ વુમન ક્રિકેટ લીગનું તેલંગાણા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોલકતા બ્લાસ્ટર, મુંબઈ પ્રિન્સેસ, પંજાબ બર્ડસ, બિહાર ડીફેન્ડર્સ, કાશ્મીર ક્વીન્સ, તેલંગાણા ટ્રેસરસ, દિલ્લી એન્જલ્સ અને ચેન્નાઈ સારફસની ટીમો ભાગ લઈ રહી છે. ત્યારે આ વુમન ક્રિકેટ લીગમાં ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરની વિદ્યાર્થિની દિવ્યાંકી હડિયાની કોલકતા બ્લાસ્ટરમાં અને એકતા ચૌહાણની પંજાબ બર્ડસની ટીમમાં પસંદગી થઈ છે. વુમન ક્રિકેટ લીગમાં પસંદગી પામવા બદલ દિવ્યાંકી હડિયા અને એકતા ચૌહાણને કોલેજના મેં. ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ તથા મેં. ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયાએ અને કોલેજના સમગ્ર પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.