ભાવનગર સહિત સૌરાષ્ટ્રભરમાં પાચ દિવસ સુધીમા તાપમાન ૪૨ ડિગ્રી થવાની શક્યતા
રાજ્યના હવામાન વિભાગ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજ્યના ઉતરીય જિલ્લામાં આગામી પાંચ દિવસ સુધી હિટવેવની આગાહી આપવામાં આવી છે. અને તાપમાન ૪૨ ડિગ્રી પહોંચી જવાની પણ શકયતાઓ દર્શાવી છે તેની અસર શરૂ થઈ ગઈ હોય તેમ ભાવનગરમાં રાત્રીના તાપમાનમાં ૩.૩ ડિગ્રીનો વધારો થવા પામ્યો છે.
વાતાવરણ ડ્રાય રહેવાના કારણે આગામી પાંચ દિવસ સુધી સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના કેટલાક જિલ્લામાં ગરમીનુ પ્રમાણ વધુ રહેવા સાથે હિટવેવની આગાહી કરવામાં આવી છે પાંચ દિવસમા દિવસનુ તાપમાન ૪૨ ડિગ્રી કે તેથી વધુ પણ થઈ શકે છે. જેથી લોકોએ સાવધાન રહેવા અને ગરમીથી બચવા જરૂર વિના બપોરના સમયે બહાર ન નિકળવા પણ સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીના પગલે ગત રાત્રીના જ અસર શરૂ થઈ હોય તેમ રાત્રીના તાપમાનમાં ૩.૩ ડિગ્રીનો વધારો થયો હતો અને રાત્રીનુ તાપમાન ૨૫.૨ ડિગ્રી પહોંચી જવા પામ્યું છે.