પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસ સ્ટેશન પર મનોજ ગોયલ ડિવિઝનલ રેલવે મેનેજર દ્વારા હૈન્ડિક્રાફ્ટ સ્ટોલનું શુભારંભ કરવામાં આવ્યું છે.
આ સ્ટોલ જમ જમ એન્ટરપ્રાઈઝ, ભાવનગર દ્વારા ઉભો કરવામાં આવ્યો છે, જેનું સંચાલન શેખ રાબિયાબસરિ કરે છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર મનોજ ગોયલ અને એડિશનલ ડીવીઝનલ રેલ્વે મેનેજર સુનીલ આર. બારાપાત્રેએ પ્રોત્સાહન માટે સ્ટોલમાંથી કેટલીક વસ્તુઓ ખરીદી અને તે વસ્તુઓની ખૂબ પ્રશંસા કરી હતી
આ સ્ટોલમાં વેચાણ માટેની ચીજવસ્તુઓ રાબીયાબસરિએ જાતે જ બનાવી છે. જે મોટાભાગે લગ્ન, સગાઈ, દિવાળી, કોઈને ભેટ આપવા, શોભા વધારવા, પેકિંગ અને સુંદર વસ્તુઓ દર્શાવવા જેવા તહેવારોમાં શણગાર માટે વપરાય છે. આ સ્ટોલમાં ઘણી બધી વસ્તુઓનું કલેક્શન છે, જે રાબિયાબસરિ અને તેમના પરિવારના સભ્યોએ જાતે બનાવ્યું છે. રેલવેએ તેમને પ્રમોટ કરવાની અપીલ કરી છે. આ યોજના (વન સ્ટેશન વન પ્રોડક્ટ) તેમના વ્યવસાયને વધારવાના હેતુથી લાગુ કરવામાં આવી છે. ભાવનગર ડીવીઝનમાં પ્રથમ વખત આ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ પ્રસંગે માશૂક અહમદ (વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક) સહિત મંડળના અન્ય અધિકારીઓ, કર્મચારીઓ અને મીડિયાકર્મિઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોલમાં રાખવામાં આવેલ હૈન્ડિક્રાફ્ટની સૌએ પ્રશંસા કરી હતી.