સંસ્કાર ભારતી, વીઆરટીઆઇના સંયુક્ત ઉપક્રમે યોજાયું ચિત્ર પ્રદર્શન

57

સંસ્કાર ભારતી તેમજ વીઆરટીઆઇ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે આઝાદીના અમૃત મહોત્સવ સંદર્ભે તથા કાંતિસેન શ્રોફની જન્મશતાબ્દી વર્ષની ઉજવણી સંદર્ભે આયોજિત ચિત્ર પ્રદર્શનના સમાપન સમારોહમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી યશોધરભાઈ ભટ્ટ,પ્રાધ્યાપક હરિશ્ચંદ્ર જોશી,પ્રાધ્યાપક તેમજ વરિષ્ઠ ચિત્રકાર ઉષાબેન પાઠક, વીઆરટીઆઇના ચીફ કોઓર્ડીનેટર મનુભાઈના હસ્તે શ્રેષ્ઠ દસ સ્વતંત્રતા ચિત્રો દોરેલ ચિત્રકારોને એવોર્ડ આપી સન્માન આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે આયોજિત આ બે દિવસના ચિત્ર પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકોએ મુલાકાત લઈ પોતાના અભિપ્રાયો આપ્યા હતા.આ ચિત્ર પ્રદર્શન નીતિનભાઈ દવેના માર્ગદર્શન હેઠળ સફળ થયેલ, જેમાં ખ્યાતનામ ચિત્રકારો વત્સલાબેન દવ, બીપીનભાઈ દવે, નીરૂપમાબેન ટાંક, અજયભાઈ ચૌહાણ તથા રમેશભાઈ ગોહીલ દ્વારા જહેમત ઉઠાવી હતી ચિત્ર પ્રદર્શનના સમાપન કાર્યક્રમનું સંચાલન ચિત્રકાર અશોક ભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Previous articleહડમતાળા પાસે ડમ્પર-બાઇક વચ્ચે અકસ્માત : યુવાનનું મોત
Next articleઅભિનેત્રી યામી ગૌતમનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક