આઝાદી પ્રાપ્ત થયાના ૭૫ વર્ષ પૂર્ણ થતા ભારત સરકાર દ્વારા આ સમગ્ર વર્ષ આઝાદીકા અમૃત વર્ષ તરીકે ઉજવણી કરવાનું નક્કી કરેલ છે તેના ભાગરૂપે તમામ રાજ્યો દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત અલગ-અલગ પ્રકારના કાર્યક્રમો કરી તેની ઉજવણી કરવામાં આવી રહ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષ આઝાદીકા અમૃત મહોત્સવ એટલા માટે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું કારણ કે ભારત દેશને આઝાદી અપાવવામાં અનેક કાંતિકારીઓ ની શહાદત જોડાયેલી છે આ ભારતમાતાના સપૂતોની ખરા અર્થમાં શ્રદ્ધાંજલિઆપવી. ભારતમાતા ને આઝાદ કરવામાં જે પણ ક્રાંતિકારીઓએ પોતાનું બલિદાન આપ્યું છે તમામ ક્રાંતિકારીઓ જનમાનસ સુધી પહોંચે તેમનું તેમનુ જીવન અને કવન આજના યુવાનોને પ્રેરણા આપે અને શ્રેષ્ઠ ભારત એક ભારત બને તે માટેનો આ શ્રેષ્ઠ પ્રયત્નો છે ભારત દેશને આઝાદી મળી ૧૯૪૭માં ત્યારે ભારતમાં પણ અમુક વિદેશી પ્રજા ભારત છોડવા માટે તૈયાર નહોતી તેમાં ફ્રેન્ચો અને પોર્ટુગીઝો નો સમાવેશ કરી શકાય દિવ દમણ દાદરાનગર હવેલી અને ગોવામાં ફોટો બીજો ની પોર્ટુગીઝોની શાસન ચાલતું હતું પોર્ટુગીઝ ગોવાને પોતાના સામ્રાજ્યની પ્રતિષ્ઠા સમજતા હતા અને તેઓ ગોવા ભારતમાંથી પોતાનું સામ્રાજ્ય હટાવવા માંગતા ન હતા તેથી ગોવાને ભારતીય સંઘ સાથે જોડવામાં અનેક આંદોલન કરવા પડ્યા જેમાં અનેક ક્રાંતિકારીઓએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે શહાદત વહોરી છે
ટી. બી. કુન્હા, ગોવાના પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાનીનો જન્મ ૨ એપ્રિલ ૧૮૯૧ના રોજ ગોવાના ચાંદોર ગામના શ્રીમંત પરિવાર થયો હતો તેમના પિતા વ્યવસાયે વકીલ હતા તેમનું શાળાકીય શિક્ષણ પણજીમાં પૂર્ણ કર્યું અને પછી બી.એ. માટે પોંડિચેરીથી ફ્રેન્ચ કોલેજમાં ગયા. અને પછી૧૯૧૨માં ૨૧ વર્ષની ઉંમરે પેરિસ અભ્યાસ ગયા ત્યાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના માટે અભ્યાસ યુનિવર્સિટી પ્રવેશ મેળવીવ્યો અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. પેરિસમાં તેઓ ફ્રાન્સમાં સમાજવાદના સંપર્કમાં આવ્યા ત્યાં તેઓ જાણીતા લેખક રોમાનિયન રોલેન્ડના જૂથના સંપર્કમાં આવ્યા અને ભારતીય સ્વતંત્રતા ચળવળ અને ખાસ કરીને ગોવાની મુક્તિનો સંદેશ ફેલાવતા રહ્યા તેમનું શિક્ષણનું માધ્યમ પોર્ટુગીઝ ભાષા હતી તેથી તેમના લખાણોથી યુરોપના લોકોને ભારતમાં થતાં અંગ્રેજો દ્વારા થતા અત્યાચારો થી વાકેફ કરાવ્યા જલિયાવાલા બાગ હત્યાકાંડ ઘટનાઓ થી વાકેફ કરાવ્યા ટી બી કુન્હા રશિયા આવ્યા. રશિયા માં તેમણે ક્રાંતિકારી પ્રવુતી જોઈ.તેમણે લખવાનું .કામ પણ શરૂ કર્યું.તેમણે ’ક્લર્ટ’ અને ’લુમાનાઈટ’ અખબારોમાં લખવાનું શરૂ કર્યું.’લુમાનાઈટ’ સૌપ્રથમ સમાજવાદી પાર્ટીનું દૈનિક મુખપત્ર બન્યું સામ્યવાદી પક્ષ વિનંતી પર, કુન્હાએ મહાત્મા ગાંધીના જીવનચરિત્રનો ફ્રેન્ચ ભાષામાં અનુવાદ કર્યો. તે સમયે ફ્રાન્સમાં ગાંધીજીની ચળવળ વિશે ખૂબ ચર્ચા થઈ. હેનરીએ તેમના અનુવાદની ખૂબ પ્રશંસા કરી. કુન્હા ૧૯૨૬માં ગોવા પરત ફર્યા અને તેમણે પોર્ટુગીઝ શાસન સામે ગોવાના બૌદ્ધિક વર્ગને સંગઠિત કરવા માટે ૧૯૨૮માં ગોવા કોંગ્રેસ કમિટી ની સ્થાપના કરી. પોર્ટુગીઝ સત્તાધીસો દ્વારા દબાણ થતાં તેમણે પોતાની કામગીરી બોમ્બેમાં સ્થાનાંતરિત કરી ૧૯૩૮ માં તેમના ગોવા કોંગ્રેસ કમિટી ને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે જોડ્યું. તેમણે પોર્ટુગીઝ શાસનની ટીકા કરતાં આલોશના કરતાં અનેક લેખો લોકો જાગૃત કરી ગોવાના કેસને જાહેર કરવાનું ચાલુ રાખ્યું. તેમને ફોર હંડ્રેડ યર્સ ઑફ ફોરેન રૂલ અને ધ ડિનેશનલાઇઝેશન ઑફ ગોઅન્સ (૧૯૪૪) પુસ્તિકાઓ હતી.
કુન્હાએ ૧૯૪૬માર્ગો ખાતે એસેમ્બલીનું આયોજન કરી, જેમાં ગોવા મુક્તિ ચળવળનો પ્રચાર પ્રસાર માટે અત્યાર સુધીની પ્રથમ અને સૌથી મોટી જનમેદનીને સંબોધવા માટે ડૉ. રામ મનોહર લોહિયાને આમંત્રણ આપ્યું.તેના કારણે પોર્ટુગીઝ સરકારે આયોજકો સાથે, કુન્હાની પોર્ટુગીઝ સત્તાવાળાઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેને ફોર્ટ અગુઆડા ખાતે અંધારી કોટડીમાં રાખવામાં આવ્યો હતો. લશ્કરી ટ્રિબ્યુનલ દ્વારા કેસ ચલાવી કોર્ટ માર્શલ કરવામાં આવ્યો અને આઠ વર્ષની જેલની સજા ફટકારી પોર્ટુગલની પેનિચે જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. ૧૯૫૪માંપોર્ટુગલમાંથી છૂટ્યા પછી, કુન્હા બોમ્બે પરત ફર્યા. કુન્હાએ ગોવા એક્શન કમિટીની રચના કરી અને તેનું નેતૃત્વ કર્યું, આ સમય અસંખ્ય ગોઆ મુક્તિ સંસ્થાઓનું સંકલન કરવામાં મદદ મળે. તે માટે “ફ્રી ગોવા” નામનું અખબાર બહાર પાડ્યું. ૨૮ સપ્ટેમ્બર ૧૯૫૮ના રોજ તેમનું અવસાન થયું,. ભારત સરકારે તેમના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડી. તેમના મૃત્યુ સમયે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે એક શોક ઠરાવમાં તેમનેThe Father of Goa Liberation Movement”. On that Occasion Pt. Jawaharlal Nehru said “what is worth remembering is that a small territory has produced a relatively large number of men and women who have sacrificed much for the struggle. Among them the name that stands out is that of Dr. T. B. Cunha”.
– ડો.જીતેશ એ.સાંખટ