જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાની બે ઘટના, સીઆરપીએફનો એક જવાન શહીદ

45

શ્રીનગર,તા.૪
જમ્મુ-કાશ્મીરમાં થોડી કલાકોની અંદર બે આતંકી હુમલા થયા છે. પ્રથમ હુમલો શ્રીનગરના લાલ ચોકના મૈસૂમા વિસ્તારમાં થયો, જ્યાં આતંકીઓએ સીઆરપીએફના બે જવાનોને ગોળી મારી દીધી. તેને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ લાવવામાં આવ્યા, જેમાં એક જવાન શહીદ થયો છે. આ વિસ્તારમાં આતંકીઓની ઘેરાબંધી માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ આતંકી હુમલામાં સીઆરપીએફના બે જવાન પણ ઈજાગ્રસ્ત થયા છે. આ સાથે એક અન્ય હુમલો પુલવામાના લજુરાહ ગામમાં થયો છે. જ્યાં આતંકીઓએ બિન-કાશ્મીરીઓ પર ગોળીબારી કરી છે. આ આતંકી હુમલા બાદ ત્યાં ડરનો માહોલ છે. બંને ઈજાગ્રસ્ત નાગરિકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. પોલીસે તે વિસ્તારમાં ઘેરાબંધી કરી છે અને આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આતંકી હુમલા પર ઉમર અબ્દુલ્લાએ કહ્યુ કે, હું ડ્યૂટી દરમિયાન શહીદ થયેલા સીઆરપીએફ જવાનના પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ પ્રગટ કરુ છું. ઈજાગ્રસ્ત જવાન માટે પ્રાર્થના છે કે તે જલદી સંપૂર્ણ સાજા થઈ જાય. આ સાથે સુરક્ષાદળોએ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખાની પાસે એક ગામમાં આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો અને મોટી માત્રામાં દારૂગોળો જપ્ત કર્યો છે. રક્ષા પ્રવક્તાએ કહ્યુ કે, એલર્ટ સુરક્ષાદળો દ્વારા હથિયારની ખેપના સમય પર જપ્ત કરી કેન્દ્ર શાસિત પ્રદેશમાં શાંતિમાં વિક્ષેપ કરનાર દુશ્મનના નાપાક ઈરાદાને નિષ્ફળ બનાવી દીધા છે. પ્રવક્તાએ જણાવ્યું કે હવેલી તાલુકાના નૂરકોટ ગામમાં સેના અને પોલીસના સંયુક્ત સર્ચ અભિયાન દરમિયાન આ ઠેકાણાની માહિતી મળી હતી. તેમણે કહ્યું કે, જપ્ત કરાયેલા હથિયાર અને દારૂગોળામાં બે એકે-૪૭ રાઇફલની સાથે બે મેગઝીન તથા ૬૩ ગોળીઓ. એક ૨૨૩ બોરની એકે આકારની બંદૂક, તેની બે કારતૂસ તથા ૨૦ ગોળીઓ અને એક પિસ્તોલ સામેલ છે.

Previous articleહરામીનાળામાંથીBSF એ પેટ્રોલીંગ દરમિયાન એક પાકિસ્તાની બોટ પકડી
Next articleસેન્સેક્સમાં ૧૩૩૫ અને ૩૮૩ પોઈન્ટનો ઊછાળો