સગીરાના દુષ્કર્મીને ૧૦ વર્ષની કેદ

61

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભૂતેશ્ર્‌વર ગામના શખ્સે એક સગીરા પર દુષ્કર્મ કર્યું હતું આ પ્રકરણે થયેલ પોલીસ ફરિયાદ બાદ કેસ ભાવનગર કોર્ટમાં ચાલતા જજે આરોપીને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા સાથે દંડ ફટકાર્યો હતો. સમગ્ર બનાવ અંગે ભાવનગર કોર્ટ પરિસરથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના ભૂતેશ્વર ગામના ગિરધર ઉર્ફે ગીધો ધૂડા કંટારીયા ઉ.વ.૪૦ એ વર્ષ ૨૦૧૮ની સાલમાં એક સગીરાને અવાવરું સ્થળે લઈ જઈ તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું આ બનાવમાં સગીરાએ વરતેજ પોલીસ સ્ટેશનમાં આરોપી ગીધા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે અંગેનો કેસ ભાવનગર ત્રીજી એડિશનલ સેશન્સ અને સ્પે.પોક્સો કોર્ટમાં જજ ઝંખનાબેન ત્રિવેદીની અદાલતમાં ચાલતા જજ ઝંખનાબેનએ ૧૭ સાક્ષીઓના નિવેદનો ૩૦ દસ્તાવેજી પુરાવાઓ સાથે સરકારી વકીલ જયેશ પંડ્યાની દલીલો અને સમગ્ર કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપી ગિરધર ઉર્ફે ગીધાને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા સાથે રૂપિયા ૫ હજારનો દંડ ફટકાર્યો હતો અને ભોગ બનેલ સગીરાને રૂપિયા ૧,૫૦,૦૦૦ વળતર પેટે ચુકવવા હુકમ કર્યો હતો.

Previous articleભાવનગરમા તાપમાનનો પારો ૩૯ ડિગ્રીને વટ્યો, ચાર દિવસમાં ૪૨ થવાની સંભાવના
Next articleપરિવારનું રિએક્શન મારા માટે મહત્વનું છેઃ અભિષેક