પરિવારનું રિએક્શન મારા માટે મહત્વનું છેઃ અભિષેક

245

મુંબઇ, તા.૫
બોલિવુડ એક્ટર અભિષેક બચ્ચન હાલ તેની અપકમિંગ ફિલ્મ ’દસવી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે, જે ૭મી એપ્રિલેર્ ં્‌્‌ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. જ્યારથી ’દસવી’નો ફર્સ્‌ટ લૂક અને ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી ફેન્સ અભિષેક બચ્ચનનો નવો લૂક જોવા માટે આતુર થયા છે. ફિલ્મનું બધાના અલગ-અલગ રિએક્શન સામે આવ્યા હતા. જો કે, કોઈ પણ કલાકાર માટે તેના પરિવારના સભ્યોનું રિએક્શન પર એટલું જ મહત્વનું હોય છે, જેટલું ફેન્સનું. અભિષેક બચ્ચન ફિલ્મ અંગે પરિવાર પાસેથી રિવ્યૂ લેતો રહે છે. હાલમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં એક્ટરે ’દસવી’નું ટ્રેલર જોયા બાદ પરિવારની શું પ્રતિક્રિયા હતા અને ખાસ કરીને દીકરી આરાધ્યાને કેવું લાગ્યું તે વિશે વાત કરી હતી. દસવીનું ટ્રેલર જોયા બાદ પરિવારના રિએક્શન વિશે વાત કરતાં અભિષેક બચ્ચને એક એન્ટરટેનમેન્ટ વેબ પોર્ટલને જણાવ્યું હતું કે, તેઓ ખૂબ જ સપોર્ટિવ અને મીઠડા છે. તે વાતથી મને આનંદ થાય છે અને હું મારા પરિવાર માટે જે કંઈ કરું છું અને તેમના રિએક્શન તેમજ લાગણીઓ મારા માટે અર્થ ધરાવે છે. તેથી, હું ખૂબ જ નર્વસ છું કારણ કે તેઓ પણ ફિલ્મ જોયા બાદ આ બાબત અનુભવે છે. આરાધ્યા બચ્ચનને પણ ’દસવી’નું ટ્રેલર પસંદ આવ્યું હતું. અભિષેકે દીકરીના રિએક્શન પર ખુલાસો કરતાં ’તેને ટ્રેલર ખૂબ જ ગમ્યું’ તેમ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ’દસવી’માં અભિષેક બચ્ચન સિવાય નિમ્રત કૌર અને યામી ગૌતમ પણ લીડ રોલમાં છે. દસવીનું ટ્રેલર આવ્યા બાદ અમિતાભ બચ્ચને ટ્‌વીટ કરતાં તેમના દિવંગત પિતા હરિવંશ રાય બચ્ચનનો ક્વોટ લખ્યો હતો. તેમણે લખ્યું હતું કે, ’મેરે બેટે હોને સે તુમ મેરે ઉત્તરાધિકારી નહી હોગે, જો મેરે ઉત્તરાધિકારી હોંગે વો મેરે બેટે હોંગે-હરિવંશ રાય બચ્ચન’. આગળ તેમણે લખ્યું હતું કે, ’અભિષેક, તુમ મેરે ઉત્તરાધિકારી હોંગે, બસ કહે દિયા તો કહે દિયા દસવીમાં અભિષેક બચ્ચન ગંગા રામ ચૌધરીનું પાત્ર ભજવતો જોવા મળે છે, જે ’અભણ, ભ્રષ્ટાચારી અને દિલથી દેશી’ તેવો રાજનેતા છે, જેને જેલમાં એક નવો પડકાર મળે છે. નિમ્રત કોર અભિષેક બચ્ચનની પત્નીના પાત્રમાં છે જ્યારે યામી ગૌતમે પોલીસ અધિકારીનું પાત્ર ભજવ્યું છે.

Previous articleસગીરાના દુષ્કર્મીને ૧૦ વર્ષની કેદ
Next articleન્યૂઝીલેન્ડના રોસ ટેલરની ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા