બે ટકા પગાર વધારાના વિરોધમાં બેંક કર્મચારીઓ દ્વારા સુત્રોચ્ચાર

1065

આઠ માસ બાદ આઈબીએની ૧૧માં દ્વી-પક્ષીય કારની વાટાઘાટની ઉંધ ઉડી તેમના મગજ ઉપર જે બેંકોના ગોટાળાની ધુળ ચડી ગયેલ છે તે સાફ કરી અને વાટાઘાટ માટે તા. પ-પ-ર૦૧૮ના રોજ યુએફબીયુને આમંત્રીણ કરવામાં આવેલ. બેંક કર્મચારીઓમાં એક આશાની જયોત પ્રગટેલ તેમની નોટબંધી જનધન, વિમા યોજના જેવી સરકારની યોજનામં આપેલ બેનમુન સેવાઓની આઈબીએ સરકાર દ્વારા કદર કરવામાં આવશે. સરકાર શરૂઆતમાં કર્મચારીઓને ભરમાવવા અને નાણા ખાતા દ્વારા બેંક કર્મચારીઓને દસમાં દ્વિપક્ષીય કરારની અવધી પુરી થાય કે તાત્કાલિક ૧૧માં ટ્રી-પક્ષીય ફરારની અમલવારીની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આજ કર્મચારીઓ સરકારના સદભાવનાની છલને ઓળખવામાં થાય ખાય ગયા અને એવી માન્યતામાં રાચવા લાગ્યા કે સરકાર બેંક કર્મચારીઓની અપ્રતિમ સેવાની કદર કરી સારો એવો પગાર વધારો આપશે. કર્મચારીઓના ભ્રમનો આજરોજ ધ્વંશ થયો અને તે પે-સલીપ પર ફકત ર ટકાનો પગાર વધારવાની આઈબીએ તરફથી દરખાસ્ત કરવામાં આવી યુએફબીયુના નેતાઓને લાગ્યુ કે આઈબીએ સરકાર, બેંક કર્મચારીઓની મજાક ઉડાવી રહેલ છે. અને તેમણે મંત્રણા દરમ્યાન જુસ્સાભેર પ્રતિભાવ આપી વાટાઘાટના મંચને તિલાંજલી આપી. આઈબીએના અટ્ટહાસ્યનો જવાબ આપવા આજરોજ ભારતના દરેક જીલ્લા- શહેરોમાં પ્રચંડ દેખાવો યોજવાનો આદેશ યુએફબીયુ તરફથી આપવામાં આવેલ. આ આદેશ અનુસાર આજરોજ ભાવનગર બેંક ઓફ ઈન્ડિયા આતાભાઈ ચોક ખાતે બેંકોના ર૧૦ કર્મચારીઓએ ઉપસ્થિત રહી આઈબીએના કર્મચારી વીરોધા નીતિનો વિરોધ કરેલ અને સુત્રોચ્ચાર કર્યા હતાં.

Previous articleમથાવડાની સગીરા ઉપર દુષ્કર્મ મામલે ધારાસભ્યને આવેદન અપાયું
Next articleમોતીતળાવ રોડ પર ટ્રક તળે કચડાઈ જતા બાળાનું મોત