શહેરના કાળુભા રોડ પર આવેલ હાર્ડવેરની દુકાનમાં ઘુસી જઈ એક શખ્સની છરી વડે હત્યા કરવાના બનાવનો કેસ ભાવનગરની ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા અદાલતે આરોપીને કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.૨૪-૧૦-૨૦૧૯ના રોજ ભાવનગર શહેરના કાળુભા, સત્યનારાયણ રોડ પર આવેલ મહાવીર હાર્ડવેર નામની દુકાનમાં ઘુસી અશોક ભનુભાઈ ખિમાણીયા નામના શખ્સે હાર્ડવેરની દુકાનમાં અજય જેમલભાઈ મકવાણા નામના વ્યક્તિની છરીયોના આડેધડ ઘા ઝીકી હત્યા કરી નાસી છુટેલ આ બનાવ અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી લીધેલ. આ બનાવ અંગેનો કેસ ભાવનગરના ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ મનોજ જોષીની દલિલો, ૩૮ દસ્તાવેજી પુરાવા, સાક્ષીઓને ધ્યાને લઈ આરોપીને કસુરવાર ઠેરવી ડિસ્ટ્રીકટ જજ આર.ટી.વચ્છાણીએ આરોપી અશોક ખિમાણીયાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આજીવન કેદની સજા ફટકારી હતી.