શહેર ભાજપે ૨ હજાર સક્રિય કાર્યકર્તાઓને સન્માનીત કર્યા, ચૂંટણી પૂર્વેની તૈયારી

41

ભાજપ સ્થાપના દિનની પૂર્વ સંધ્યાએ વનમંત્રી કિરિટસિંહ રાણાની ઉપસ્થિતિમાં સક્રિય કાર્યકર્તાઓનું યોજાયું સંમેલન
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલના માર્ગદર્શનમાં સમગ્ર રાજ્યમાં સક્રિય કાર્યકરોનાં સંમેલનો થઈ રહ્યા છે, ત્યારે ભાવનગરમાં પણ ભાજપ સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ, સરદારનગર ખાતે ભાવનગર શહેર ભાજપનાં સક્રિય કાર્યકર્તાઓનું સંમેલન યોજી સક્રિય કાર્યકર્તાઓને ઓળખકાર્ડ અને ટોપી અર્પણ કરાઈ હતી. ભાવનગર શહેર ઉપરાંત જિલ્લામાં સિહોર ખાતે કાર્યક્રમ યોજાયેલ. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યના સક્રિય કાર્યકર્તાઓને લાઈવ માર્ગદર્શન આપેલ. સક્રિય કાર્યકર્તાના આ સંમેલનમાં દરેક કાર્યકર્તાઓને સક્રિય કાર્યકર તરીકેનું સભ્યપત્ર (ઓળખકાર્ડ) તેમજ કેસરી ટોપી આપવામાં આવેલ. ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યા, મહામંત્રીઓ યોગેશભાઈ બદાણી, અરુણભાઈ પટેલ તેમજ ડી. બી. ચુડાસમાનાં માર્ગદર્શનમાં થયેલ સક્રિય કાર્યકર્તા સંમેલનમાં ભાવનગરના પ્રભારી એવા વનમંત્રી કિરીટસિંહ રાણા , સંગઠનનાં પ્રભારી કશ્યપભાઈ શુક્લા, તેમજ સમગ્ર શહેર સંગઠન, વોર્ડ સંગઠન, ચૂંટાયેલા પદાધિકારીઓ તેમજ નગર સેવકો, વરિષ્ટ આગેવાનો તેમજ તમામ સેલ મોરચના સક્રિય કાર્યકરો ઉપસ્થિત રહેલ, તેમ ભાવનગર શહેર ભાજપ મીડિયા કન્વીનર હરેશભાઇ પરમાર તેમજ સહ કન્વીનર તેજસભાઈ જોશીએ જણાવ્યું હતું.

Previous articleCNGમા એક સામટા રૂપિયા ૬.૪૫ વધ્યા, ૭૬.૯૮ પર કિલો : ડિઝલે પણ સદી વટાવી
Next articleભાવનગર શહેરની સર બી.પી.ટી.આઈમાં ફેશન ડિઝાઈનર દ્વારા યોજાયો ફેશન શો