ફેશન ડિઝાઈનીંગ વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા ટીમ વર્કનાં ભાગરૂપે તૈયાર કરેલ ગાર્મેન્ટ્સનો ફેશન શો
સર બી.પી.ટી.આઈ. , વિદ્યાનગર , ભાવનગર સંસ્થા ખાતે ચાલતા કોમ્પ્યુટર એઈડેડ કોસ્ચ્યુમ ડીઝાઇન એન્ડ ડ્રેસ મેકિંગ ( ફેશન ડિઝાઈનીંગ ) વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા વર્ષ દરમ્યાન તેઓના ટર્મવર્કનાં ભાગ રૂપે તૈયાર કરેલ ગાર્મેન્ટ્સનો ફેશન શો “ સ્પેક્ટ્રમ -૨૦૨૨ ” આ સંસ્થા ખાતે તા .૦૧ / ૦૪ / ૨૦૨૨ ને શુક્રવાર સમય બપોરે ૨ઃ૦૦ થી ૫-૦૦ કલાકે યોજવામાં આવેલ જેમાં વિદ્યાર્થીનીઓએ તૈયાર કરેલ વિવિધ ગાર્મેન્ટ્સ જેવા કે એપ્લીક વર્ક વાળા ખાદીના ગાર્મેન્ટ્સ ,
લેકટેટીંગ તથા પ્રેગ્નન્ટ વુમન માટેના ગારમેન્ટ , વેસ્ટ માંથી બનાવેલા જેકેટ , કોલેજ બેગ , ટ્રેડીશનલ પ્રિન્ટેડ સ્કર્ટ ટોપ તથા ભારતના વિવિધ રાજ્યોના ખાસ કપડા વગેરેનો અદભૂત ફેશન શો પ્રસ્તુત કરેલ . આ કાર્યક્રમને સફળ બનાવવા ખાતાના વડા ડૉ . ફરજાના કુગશીયા તથા ફેકલ્ટી મેમ્બર ડૉ . પલ્લવી આચાર્ય , ડૉ.પુનિતા વિરાણી , શ્રીમતિ મમતા દેથાએ ભારે જહેમત ઉઠાવેલ . આ કાર્યક્રમમાં કુલ ૫૫ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ .