મુર્તઝા આતંકી સંગઠનોની વેબસાઈટ જોતો હતો

52

ગોરખનાથ મંદિર હુમલા મામલે થયા ખુલાસા : મુર્તઝાના જપ્ત કરાયેલા લેપટોપ અને મોબાઈલથી ભડકાઉ અને ધાર્મિક ઉન્માદવાળા વીડિયો મળ્યા છે
લખનઉ, તા.૬
ગોરખપુરના ગોરખનાથ મંદિરની બહાર પીએસી જવાનો પર હુમલો કરનારા અહમદ મુર્તઝા અબ્બાસી આતંકીઓના ખાસ મોડ્યૂલનો હિસ્સો હતો. એટીએસને મુર્તઝાના લેપટોપમાંથી અનેક ચોંકાવનારા પુરાવા મળ્યા છે. મુર્તઝાનું વિદેશી કનેક્શન પણ સામે આવ્યું છે. મુર્તઝાનો જન્મ ૫ જાન્યુઆરી ૧૯૯૨ના રોજ ગોરખપુરના અબ્બાસી નર્સિંગ હોમમાં થયો હતો. ૩૦ વર્ષના મુર્તઝાએ પહેલા અને બીજા ક્લાસનો અભ્યાસ લખનઉના સેન્ટ જ્હોન વાસ્કો શાળામાંથી કર્યો હતો. ત્રીજા ધોરણથી લઈને ૧૨માં ધોરણ સુધીનો તેનો અભ્યાસ મુંબઈમાં થયો. વર્ષ ૨૦૧૦માં તેનું એડમિશન આઈઆઈટી મુંબઈમાં થયું. વર્ષ ૨૦૧૫માં તે ત્યાંથી પાસ થયો. મુંબઈમાં તે તાજ હાઈટ્‌સ પ્લોટ નંબર ૬૯ નવી મુંબઈમાં રહેતો હતો. હુમલાનો આરોપી મુર્તઝાએ પ્રતિબંધિત આતંકી સંગઠન આઈએસઆઈએસના ખાતામાં લાખો રૂપિયા મોકલ્યા હતા. અભ્યાસ દરમિયાન તેણે ૨૦૧૨થી ૨૦૧૫ વચ્ચે નેપાળી ખાતાઓ દ્વારા સિરિયામાં પૈસા મોકલ્યા હતા. મુર્તઝાએ જે બેંક ખાતામાંથી પૈસા મોકલ્યા હતા તેની જાણકારી પણ યુપી એટીએસને મળી છે. એટીએસના સૂત્રોના જણાવ્યાં મુજબ મુર્તઝા આતંકી સંગઠનોની વેબસાઈટ જોતો હતો. મુર્તઝાના જપ્ત કરાયેલા લેપટોપ અને મોબાઈલથી ભડકાઉ અને ધાર્મિક ઉન્માદવાળા વીડિયો મળ્યા છે. મુર્તઝા પોતાના મેન્ટોર એક યમન-અમેરિકી ઈમામ અનવર અલ અલાકીને માનતો હતો. તે ઈસ્લામિક અવેકિંગ ફોરમ પર કટ્ટર ઈસ્લામની વાતો સાંભળીને સવાલ પૂછતો હતો. તેણે એક ઈન્ટરનેશનલ સિમકાર્ડ પણ ખરીદ્યુ હતું. જેની મદદથી એક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું. એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન તે પોર્નોગ્રાફી જોવા લાગ્યો. ત્યારબાદ અચાનક વર્ષ ૨૦૧૧-૧૨માં તેનો ઝૂકાવ સિરિયા તરફ વધ્યો. ૨૦૧૫-૧૬માં થાણામાં એક કંપની સાથે કામ કર્યું. ત્યારબાદ તબિયત બગડતા નોકરી છોડી દીધી. આ બધા વચ્ચે તેને એવા ખ્યાલ આવવા લાગ્યા કે તે જન્નતમાં છે અને અલ્લાહ તેનાથી નારાજ છે. તેને એવું પણ લાગ્યું કે મુસલમાનોને આખી દુનિયા હેરાન કરી રહી છે. મુંબઈ ૈૈંં્‌ માં જ્યારે તે ભણતો હતો ત્યારે તે વખતે જ્યારે પણ કોઈ આતંકી પકડાય કે માર્યો જાય તો તેના સહપાઠી જ્યારે ખુશી વ્યક્ત કરતા તો તેને ખુબ ગુસ્સો આવતો હતો. તે સમયે તે તેમને મારવા અંગે પણ વિચારતો હતો. ૨૦૧૭માં મુર્તઝાને લાગ્યું કે તે હોમોસેક્સ્યુઅલ છે. જ્યારે આ વાત તેના પરિજનોને ખબર પડી તો તેમણે તેની સારવાર કરાવવાની શરૂ કરી દીધી. ડોક્ટરોએ તેની આ બીમારીને હાઈપોમેનિયા ગણાવી હતી. ૨૦૧૩માં મુર્તઝાનો પાસપોર્ટ બન્યો હતો અને ૨૦૧૫માં તેના પિતા સાથે તે સાઉદી ઉમરા કરવા પણ ગયો હતો. જૂન ૨૦૧૯માં તેના લગ્ન જૌનપુરના મુલ્લા ટોલાની યુવતી સાથે થયા હતા પણ જાન્યુઆરી ૨૦૨૦માં તેના તલાક થઈ ગયા.

Previous articleસેનામાં ભરતી માટે સરકાર અગ્નિપથ પ્રવેશ યોજના લાવશે
Next articleઆજ રોજ આગેવાન મહેશ વેગડ સીતારામ સેવા ગ્રુપ રાણીગામ દારા કાળેલા ગામના બાકી રહેલા ખેડૂતો માટે સિંચાઈ માટે પાણીની નહેરની માંગણી કરી,