ભાવનગર યુનિવર્સિટી દ્વારા આજથી બે ઓક્ટોબર સુધી ગાંધી જયંતિ નિમિત્તે ખાદી સપ્તાહની ઉજવણી કરાઈ રહી છે. જેમાં યુનિ. કેમ્પસ ખાતે તમામ શૈક્ષણિક, બિનશૈક્ષણિક કર્મીઓ, કોલેજો, ભવનો, વિદ્યાર્થીઓ માટે ખાદી વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું આજે કુલપતિ ડો.શૈલેષ ઝાલાના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.