ઓછું હીમોગ્લોબિન ધરાવતી કીશોરી ને આયનૅની ગોળીઓ આપવામાં આવી.
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા રાણપુર શહેરમાં મોર્ડન હોસ્ટેલ ખાતે 95 કીશોરીઓનુ હીમોગ્લોબિન ટેસ્ટ કરવામાં આવ્યુ.ધોરણ-9,10 ધોરણ-11,12 ની કીશોરીઓની હીમોગ્લોબિન ટેસ્ટ કરવામાં આવ્યુ.ઓછું હીમોગ્લોબિન ધરાવતી કીશોરી ને આયનૅની ગોળીઓ આપવામાં આવી.આ કાર્યક્રમમાં નાગનેશ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબસુમબેન ભાસ,મુમતાજબેન માંકડ,વર્ષાબેન વેગડા,મનિષાબેન સોલંકી,પ્રેમિલાબેન,સલમાબેન મલમલા સહીતના કર્મચારીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર