GST દરોડામાં ૩ પૈકી ૨ પેઢી બોગસ નીકળી, એકમાં આગળ ધપતી તપાસ

67

મુંબઇમાં ભાવનગરના એડ્રેસ પર જીએસટી નંબર મેળવતા પેઢીઓ શંકામાં આવી હતી જે આખરે બોગસ નીકળી
સ્ટેટ જીએસટી દ્વારા ભાવનગર ૪ જગ્યાએ ૩ પેઢીઓમાં બે દિવસ પૂર્વે સર્ચની કાર્યવાહી હાથ ધરાઈ છે જેમાં ૩ પૈકી બે પેઢી બોગસ હોવાનું ખુલ્યું છે જયારે એક પેઢીમાં કાર્યવાહી યથાવત છે. ભાવનગરમાં એસજીએસટીની ટીમો દ્વારા ૪ સ્થળોએ ૩ પેઢીઓ પર સર્ચની કાર્યવાહી કરવામાં આવી રહી છે, કાર્યવાહીઓ શરૂ હોવાથી અને સંલગ્ન ગેરરીતિઓ ધરાવતા લોકોની પણ ભાળ મેળવવાની હોવાથી જે પેઢીઓ પર સર્ચની કાર્યવાહી ચાલુ છે તેની અતિગુપ્તતા જાળવવામાં આવી હતી. દરમિયાન આજે ૩ પૈકી ૨ પેઢી બોગસ હોવાનું જીએસટીના સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું. માહિતી મુજબ મુંબઈમાં ભાવનગરનું એડ્રેસ રજૂ કરી જીએસટી નંબર મેળવાયેલ જે પહેલેથીજ શંકાના પરિધમાં આવેલ. આથી મહારાષ્ટ્‌ જીએસટી તંત્રએ ભાવનગર જાણ કરતા તપાસ હાથ ધરાઈ હતી. આખરે આશંકા સાચી ઠરી હતી. જયારે ત્રીજી પેઢીમાં હજુ કાર્યવાહી અને તપાસ ચાલી રહી છે જેમાં તેમણે બોગસ બિલો ફાડી ખોટી વેરાશાખ મેળવ્યાનુ પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે

Previous articleલીંબુ બાદ હવે કેરીના ભાવ પણ દાંત ખાટા કરી નાખશે, પાક ૩૦% ઓછો
Next articleગારીયાધારની સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને ૧૪ વર્ષની સખ્ત કેદની સજા